દેશમાં ભીડ તંત્રની હિંસાના મામલા બંધ થવાનું નામ લઇ રહ્યા નથી. ઝારખંડના ગુમલામાં ડાયન બતાવી મહિલા સહિત 4 લોકોની લાકડી-ડંડાનો માર મારી હત્યા કરી દેવાઇ. જોકે, હત્યાના કારણોની પુષ્ટિ હજુ થઇ શકી નથી.
પ્રાપ્ત જાણકારી મુજબ રવિવારની સવારે લોકોની આંખો પણ નહોતી ખુલી કે ગુમલાના શિકારી ગામમાં ચાર લોકોની લાકડી-ડંડાથી માર મારીને મારી નાંખવામાં આવ્યા. આ મામલામાં લગભગ 12 લોકો પર હત્યાનો આરોપ છે. હત્યાની આ ઘટના રવિવારની સવારે 3 વાગ્યે બનવા પામી હતી.
હવે આ મામલે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ અભિયાન હાથ ધર્યું છે. ગુમલાના એસપી અંજની કુમારને કહ્યું, 'પ્રથમ દ્રષ્ટીએ એવું પ્રતીત થાય છે કે પીડિત જાદુ ટોનામાં સામેલ હતા. અંધવિશ્વાસને કારણે હત્યા કરાઇ છે. જોકે, આ મામલે તપાસ ચાલી રહી છે.
Jharkhand: 4 persons killed allegedly by 10-12 unidentified miscreants in Gumla. Anjani Kumar Jha, SP Gumla, says, “Prima facie, it appears the victims were involved in witchcraft. Crime seems to have happened because of superstitious beliefs. Investigation underway.” (20.07.19) pic.twitter.com/L5RyrwWIkH
લગભગ 12 બુકાનીધારી લોકોએ ગામના ત્રણ ઘરનો ઘેરાવ કરીને હુમલો કર્યો. તમામને ઘરમાંથી ઉઠાવીને ગામમાંથી બહાર લઇ જવામાં આવ્યા. બાદમાં હુમલાખોરોએ લાકડીઓ અને ડંડાઓ વડે તેમના પર તુટી પડ્યા. માર મારવાને કારણે 4 લોકોના મોત થઇ ગયા. હત્યા બાદ ગામમાં ગંભીર માહોલ છે.