બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 49 કરોડ Jio યુઝર્સનું ટેન્શન દૂર, ડેટા લવર્સ માટે 90 દિવસનો સુપરહિટ રિચાર્જ પ્લાન
Last Updated: 09:19 AM, 13 December 2024
રિલાયન્સ જિયો ભારતીય ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપની છે. દેશભરમાં લગભગ 49 કરોડ યુઝર્સ Jioની આ સેવાનો ઉપયોગ કરે છે. 2025ને હવે થોડા દિવસો જ બાકી છે અને તેવું કહી શકાય કે, રિલાયન્સ Jio એ પોતાના ગ્રાહકોને એક મોટી ભેટ આપી દીધી છે. કંપનીએ 200 દિવસ સુધી ચાલતો સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે.
ADVERTISEMENT
Jioની યાદીમાં લાંબી વેલિડિટી સાથે ઘણા રિચાર્જ પ્લાન છે. જો તમે 200 દિવસનો પ્લાન લેવા માંગતા નથી, તો તમે બીજા સસ્તા પ્લાન તરફ જઈ શકો છો. જો તમે Jio સિમનો ઉપયોગ કરો છો અને લાંબી વેલિડિટી સાથેનો પ્લાન શોધી રહ્યા છો, તો Jio પાસે એક એવો પ્લાન છે જેમાં લાંબી વેલિડિટી સાથે ગ્રાહકોને વધારાના ડેટાનો લાભ મળી શકે છે.
ADVERTISEMENT
Jio નો સુપરહિટ રિચાર્જ પ્લાન
Jio નો સુપરહિટ રિચાર્જ પ્લાન 899 રૂપિયાનો છે. જે યુઝર્સ 1000 રૂપિયાથી ઓછી કિંમતમાં લાંબી વેલિડિટી ધરાવતો પ્લાન શોધી રહ્યા છે, તેમના માટે આ એક બેસ્ટ પ્લાન છે. Jioના આ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને સંપૂર્ણ 90 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે, 3 મહિના માટે રિચાર્જની ઝંઝટમાંથી સંપૂર્ણપણે મુક્તિ.
વધુ વાંચો વિવિધ વિષયોના 2,000થી વધુ MOOC કોર્સિસ ફ્રીમાં ઉપલબ્ધ, જાણો સરકારના SWAYAM પોર્ટલ વિશે
આ પ્લાનમાં 90 દિવસ માટે તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ ફ્રી કોલિંગ અને દરરોજ 100 ફ્રી SMS કરી શકો તેવો લાભ મળશે. આ પ્લાનમાં તમારે ત્રણ મહિના માટે કૉલ કરવા માટે બીજા રિચાર્જની જરૂર પડશે નહીં.
ડેટા પ્રેમીઓ માટે છે ગજબનો પ્લાન
જો તમે Jioના કસ્ટમર છો અને ઇન્ટરનેટની વધુ જરૂર છે, તો આ પ્લાન તમારા માટે એક સારી ઓફર છે. કંપની આ પ્લાનમાં દરરોજ 2GB રેગ્યુલર ડેટા ઓફર કરે છે. એટલે કે તમે 90 દિવસમાં 180GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. Jio ગ્રાહકોને પ્લાનમાં 180GB ઉપરાંત 20GBનો વધારાનો ડેટા પણ મળશે. એટલે કે પ્લાનમાં કુલ 200GB ડેટા મળશે.
Reliance Jioનો આ પ્લાન ટ્રુ 5G ડેટા પ્લાનનો એક ભાગ છે, તેથી જો તમારા વિસ્તારમાં 5G કનેક્ટિવિટી છે, તો તમે 90 દિવસ માટે મફતમાં 5G ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમને પ્લાનમાં OTT સ્ટ્રીમિંગ માટે, 90 દિવસનું Jio સિનેમાનું મફત સબ્સ્ક્રિપ્શન પણ મળી શકે છે. તદુપરાંત તમને Jio TV અને Jio Cloudનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળી શકે છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT