CMO / છ વર્ષમાં ગુજરાતને ત્રણ CM મળ્યા, પણ 'સુપર CM'તો છ વર્ષથી એક જ

Super CM k kailashnathan gets sixth extension post retirement cmo gujarat

ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથનને રાજ્ય સરકારે IAS પદેથી નિવૃતિ બાદ છઠ્ઠી વખત એક્સટેન્શન આપ્યું છે. 2013થી 2019 અર્થાત્ છેલ્લા છ વર્ષમાં ગુજરાતને ત્રણ મુખ્યમંત્રી મળ્યા પણ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવનું પદ છેલ્લા છ વર્ષની માત્ર એક જ વ્યક્તિ સંભાળી રહ્યા છે તે છે કુનિયિલ કૈલાસનાથ ( કે. કૈલાસનાથન). સચિવાલયના એક ડાયરેક્ટર કક્ષાના અધિકારીએ નામ ન લખવાની શરતે એવું પણ જણાવ્યું છે કે ગુજરાતના 'સુપર CM' તો  કે. કૈલાસનાથન છે. જોકે કૈલાસનાથન રાજ્યના 'સુપર CM' અર્થાત્ સુપર કોમનમેન તરીકે સેવા આપી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ