બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPLની ફાઈનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ કેમ હાર્યું? આ 5 કારણોને લીધે છીનવાયો ખિતાબ

IPL 2024 / IPLની ફાઈનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ કેમ હાર્યું? આ 5 કારણોને લીધે છીનવાયો ખિતાબ

Last Updated: 08:22 AM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરી હતી પરંતુ ફાઇનલમાં તમામ બેટ્સમેનો ફ્લોપ જોવા મળ્યા હતા. ચાલો જાણીએ સનરાઇઝર્સ હૈદરાબાદની હારના 5 મોટા કારણો...

કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024નો ખિતાબ જીતી લીધો છે. ચેન્નાઈના ચેપોક મેદાન પર સનરાઈઝર્સ હૈદરાબાદને એકતરફી હરાવીને KKRએ આઈપીએલના ઈતિહાસમાં ત્રીજું ટાઈટલ જીત્યું. પ્રથમ બેટિંગ કરતા, પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઇઝર્સ માત્ર 113 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. તેની સામે કોલકાતાએ 11મી ઇનિંગ્સમાં 114 રનના સાધારણ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

ફાઇનલમાં તમામ બેટ્સમેનો ફ્લોપ જોવા મળ્યા

હવે હૈદરાબાદે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરી હતી પરંતુ ફાઇનલમાં તમામ બેટ્સમેનો ફ્લોપ જોવા મળ્યા હતા. આખી સિઝનમાં વિસ્ફોટક પ્રદર્શન કરનારી સનરાઇઝર્સ ટીમ આટલી આસાનીથી ઘૂંટણિયે આવી જશે એવું કોઇએ વિચાર્યું પણ નહીં હોય. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં સનરાઈઝર્સ પાસે KKRને ટક્કર આપવાની સારી તક હતી પરંતુ તે થઈ શક્યું નહીં. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ સનરાઇઝર્સની હારના આ 5 મોટા કારણો.

કેપ્ટન પેટ કમિન્સની ભૂલ મોંઘી સાબિત થઈ

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની ફાઇનલમાં KKR સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કમિન્સનો આ નિર્ણય ટીમ માટે મોંઘો સાબિત થયો હતો. ચેપોકમાં એક દિવસ પહેલા જ વરસાદ પડ્યો હતો. આવી સ્થિતિમાં, KKRના ઝડપી બોલરોને આ મેદાન પર નવો બોલ સ્વિંગ મળ્યો, જેની સામે સનરાઇઝર્સના બેટ્સમેનો ઘૂંટણિયે પડી ગયા. આ જ કારણ છે કે ટીમ માત્ર 113 રનના સ્કોર સુધી જ સિમિત રહી હતી. કમિન્સે ફાઇનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરીને મોટી ભૂલ કરી હતી.

ઓપનર્સ રહ્યા ફેલ

ગઇકાલની આ મેચમાં હૈદરાબાદ ટીમના અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ બંને બેટ્સમેન પહેલી અને બીજી ઓવરમાં આઉટ થતાં પેવેલિયન પરત ફર્યા હતા.

મિચેલ સ્ટાર્કની બોલિંગનો કોઈ તોડ ન શોધી શક્યા

કોલકાતાનો મિચેલ સ્ટાર્ક હૈદરાબાદ માટે મોટી સમસ્યા સાબિત થયો હતો. સ્ટાર્કે જ અભિષેક શર્માના રૂપમાં હૈદરાબાદને પહેલો ઝટકો આપ્યો હતો. સ્ટાર્કે પહેલી જ ઓવરમાં ખતરનાક આઉટ સ્વિંગ બોલ પર અભિષેકને બોલ્ડ કર્યો હતો.

ક્લાસેન પણ કોઈ કમાલ ન બતાવી શક્યો

સીઝનમાં મિડલ ઓર્ડરમાં હૈદરાબાદને મોટા સ્કોર સુધી લઈ જવામાં ક્લાસેનની ભૂમિકા મહત્વની હતી. પરંતુ ફાઇનલમાં તે દબાણમાં જોવા મળ્યો અને 17 બોલમાં માત્ર 16 રન જ બનાવી શક્યો. જેના કારણે ટીમ 113 રનમાં સમેટાઈ ગઈ હતી.

વધુ વાંચો: હૈદરાબાદને 8 વિકેટે હરાવી KKR ત્રીજી વખત IPL ચેમ્પિયન, 17મી સિઝન કોલકત્તા માટે રહી રેકોર્ડ બ્રેક

ટીમની બોલિંગ સામાન્ય હતી

બેટિંગમાં માત્ર 113 રન બનાવ્યા બાદ સનરાઇઝર્સના બોલરો ઘણા દબાણમાં હતા. આ સિવાય બોલિંગ પણ એકદમ સામાન્ય હતી. બોલિંગમાં પેટ કમિન્સ અને શાહબાઝ અહેમદે એક-એક વિકેટ લીધી હતી. જો કે, આ સ્કોર સાથે બોલરો પાસે ખાસ કરવાનું કંઈ નહોતું.

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 Final KKR vs SRH Sunrisers Hyderabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ