બ્રેકિંગ ન્યુઝ
VTV / Sunrisers hyderabad beat kolkata knight riders Super over ipl 2020
Hiren
Last Updated: 08:37 PM, 18 October 2020
ADVERTISEMENT
સનરાઇઝર્સ હૈદરાબાદે 164 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 20 ઓવરમાં 163/6 રન બનાવ્યા અને મેચ ટાઇ થઇ ગઇ. સુપર ઓવરમાં કોલકાતાને જીત માટે ત્રણ રનનો ટારગેટ મળ્યો હતો, જેને કેપ્ટન ઇયોન મૉર્ગન અને દિનેશ કાર્તિકની જોડીએ સરળતાથી મેળવી લીધો.
Game Changer - Lockie Ferguson #Dream11IPL pic.twitter.com/NtGtGr7jlR
— IndianPremierLeague (@IPL) October 18, 2020
ADVERTISEMENT
જોકે, સુપર ઓવરમાં કોલકાતાના ઝડપી બોલર લોકી ફર્ગ્યૂસન ગેમ ચેન્જર સાબિત થઇ. આ સીઝનની પહેલી મેચ રમી રહેલા ફર્ગ્યૂસને સુપર ઓવરમાં હૈદરાબાદને 2 જ રન બનાવવા દીધા અને ડેવિડ વૉર્નર અને અબ્દુલ સમદને બોલ્ડ કર્યા. જ્યારબાદ કોલકાતાને બે બોલ બાકી રહેતા ત્રણ રન બનાવી લીધા અને હૈદરાબાદે જીત મેળવી લીધી. રશિદ ખાનની આ ઓવર હતી.
That's that from Match 35.@KKRiders win in the Super Over against #SRH.#Dream11IPL pic.twitter.com/KooTSzHDyH
— IndianPremierLeague (@IPL) October 18, 2020
કોલકાતા નાઇટ રાઇડર્સની આ પાંચમી જીત રહી. 9 મેચમાં 10 પોઇન્ટ સાથે તેઓ ચોથા સ્થાને યથાવત્ રહ્યા. કોલકાતાએ હૈદરાબાદને આ સીઝનના ગત મુકાબલામાં પણ હરાવ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદની આ છઠ્ઠી હાર રહી. 9 મેચોમાં 6 પોઇન્ટ સાથે તેઓ પાંચમા સ્થાને બની રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.