બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / સની લિયોનીએ બીજી વખત કર્યા લગ્ન,13 વર્ષ બાદ આ કારણે લીધો નિર્ણય, ત્રણ બાળકો પણ હતા હાજર
Last Updated: 05:28 PM, 4 November 2024
લગ્નના 13 વર્ષ બાદ સની લિયોને પતિ ડેનિયલ વેબર સાથે ફરી લગ્ન કર્યા છે. અભિનેત્રીના આ બીજા લગ્ન તેના ત્રણ બાળકો દ્વારા જોવામાં આવ્યા હતા. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સની લિયોને ફરી એકવાર લગ્ન કરી લીધા છે. અભિનેત્રીએ બીજી વાર લગ્ન કર્યા પરંતુ તેના પતિ ડેનિયલ વેબર સાથે. આ દંપતીએ તેમના ત્રણ બાળકોની સામે તેમની તમામ કસમોનું પુનરાવર્તન કર્યું છે.
ADVERTISEMENT
સની લિયોને 13 વર્ષ પહેલા ડેનિયલ વેબર સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીએ ફરીથી 31 ઓક્ટોબરના તેમના લગ્નની તમામ વિધિનું પુનરાવર્તન કર્યું. આ દંપતીએ માલદીવની સુંદર ખીણોમાં ફરીથી લગ્ન કર્યા અને તેમના લગ્નના સાક્ષી તેમના ત્રણ બાળકો હતા.
ADVERTISEMENT
સની અને ડેનિયલે માલદીવમાં વ્હાઇટ વેડિંગ કર્યા હતા. આ દરમિયાન અભિનેત્રી સફેદ બ્રાઈડલ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેનો પતિ ડેનિયલ પણ સફેદ શર્ટ અને પેન્ટમાં સારો લાગી રહ્યો હતો. દંપતીના ત્રણ બાળકો નોહ, આશર અને નીસાએ પણ તેમના લગ્નનો ખૂબ આનંદ માણ્યો હતો.
આ પણ વાંચોઃ બૉલીવુડ જગતને ખોટ! ગદર અભિનેતાનું નિધન! કોઈ મિલ ગયાથી પણ મળી હતી ઓળખાણ
તમને જણાવી દઈએ કે સની ઘણા સમયથી તેના લગ્નની કમસોનું પુનરાવર્તન કરવા માંગતી હતી. તેણે બાળકોની શાળાની રજાઓમાં એક ઇંટીમેટ સેરેમનીમાં બીજી વાર લગ્ન કર્યા હતા. સની અને ડેનિયલ હંમેશા એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. બંનેની જોડી તેમને ખૂબ જ અનુકૂળ આવે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની બોલિવૂડની સાથે સાઉથની ફિલ્મોમાં પણ એક્ટિવ છે. તે રિયાલિટી શો સ્પ્લિટ્સવિલાની કો-હોસ્ટ પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
રાજ કપૂરની જન્મજયંતિ / VIDEO : PM મોદીને મળીને કેવું લાગ્યું? રણબીર, આલિયા અને કરિના કપૂરે હોંશે હોંશે કરી આ વાત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.