બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બોર્ડર 2નું ટીઝર રિલીઝ: 27 વર્ષ બાદ પુન: પોતાની આર્મી સાથે પડદા પર રિએન્ટ્રી કરશે સની પાજી

Video / બોર્ડર 2નું ટીઝર રિલીઝ: 27 વર્ષ બાદ પુન: પોતાની આર્મી સાથે પડદા પર રિએન્ટ્રી કરશે સની પાજી

Last Updated: 10:48 AM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સની દેઓલે આજે મોસ્ટ અવેટેડ ફિલ્મ બોર્ડર 2ની જાહેરાત કરી દીધી છે. તેને સોશિયલ મીડિયા પર વોર એક્શન ફિલ્મ બોર્ડર 2નો વીડિયો પોસ્ટ કર્યો છે.

સની દેઓલે આજે 13મી જૂને તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ બોર્ડર 2ની જાહેરાત કરી દીધી છે. અભિનેતાએ 12મી જૂને વચન આપ્યું હતું કે તે ચાહકો માટે આવતીકાલે એટલે કે આજે 13મી જૂને એક રોમાંચક જાહેરાત લઈને આવી રહ્યો છે અને આજે બોલિવૂડના તારા સિંહે તેમનું વચન નિભાવ્યું છે અને વોર એક્શન ફિલ્મ બોર્ડર 2નો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ગયા વર્ષે 2023માં તેણે ફિલ્મ ગદર 2થી જોરદાર કમબેક કર્યું હતું. ગદર 2 ની સફળતાએ સની દેઓલને ફરી એકવાર બોલિવૂડમાં જીવંત કરી દીધો છે. હવે સની પાસે ઘણા પ્રોજેક્ટ છે, જેમાં સફર, લાહોર 1947, બોર્ડર 2 અને ફિલ્મ ગદર 3 સામેલ છે.

27 વર્ષ પછી વચન પૂરું કરવા આવી રહ્યા છે સની દેઓલ

સની દેઓલ ટીઝરમાં કહી રહ્યો છે કે, 27 વર્ષ પહેલા એક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે, તે વચન પૂરું કરવા માટે, ભારતની ધરતીને સલામ કહેવા માટે, તે ફરી આવી રહ્યો છે. ટીઝરના અંતે સંદેશ આતે હૈ ગીત વાગી રહ્યું છે.

બોર્ડર 2નું નિર્માણ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા દ્વારા કરવામાં આવી રહ્યું છે. અનુરાગ સિંહ બોર્ડર 2નું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. ફિલ્મમાં અનુ મલિક, મિથુનનું સંગીત હશે, ફિલ્મના ગીતો જાવેદ અખ્તર લખી રહ્યા છે, જે સોનુ નિગમ ગાવાના છે. હાલમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ જાહેર કરવામાં આવી નથી.

સની દેઓલે 12 જૂન, 2024 ના રોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ પોસ્ટમાં લખ્યું હતું, આવતીકાલે એક આકર્ષક જાહેરાત થવાની છે, શું તમે કહી શકો છો? સનીના ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા હતા અને તેઓ 13મી જૂન એટલે કે આજની રાહ જોઈ રહ્યા હતા.

ચાહકોએ લગાવી હતી અટકળો

ચાહકોએ સની દેઓલની પોસ્ટ પર કોમેન્ટ્સ કરી હતી. સની દેઓલની આ ચીડવનારી પોસ્ટ પર એક ચાહકે લખ્યું હતું, લાહોર 1947ના પોસ્ટર. ઘણા ચાહકોએ આ પોસ્ટમાં સની દેઓલના લૂક પર ફાયર ઇમોજીસ શેર કર્યા હતા. આમાં, એક ચાહકે અભિનેતાની આગામી ફિલ્મ બોર્ડર 2 નું નામ લીધું છે.

વધુ વાંચો: 'હવે હું થાકી ગયો...', ઘર પર ફાયરિંગના કેસમાં સલમાન ખાનની 4 કલાક પૂછપરછ હાથ ધરાઈ

જણાવી દઈએ કે, 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ગદર 2 એ બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ગદર 2 સની દેઓલની કારકિર્દીની સૌથી હિટ અને નફાકારક ફિલ્મ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Border 2 Sunny Deol Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ