બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / સુનિતા વિલિયમ્સ ક્યારે પરત ફરશે? કેવી ચાલી રહી છે NASAની તૈયારી, જાણો લેટેસ્ટ અપડેટ

કવાયત / સુનિતા વિલિયમ્સ ક્યારે પરત ફરશે? કેવી ચાલી રહી છે NASAની તૈયારી, જાણો લેટેસ્ટ અપડેટ

Last Updated: 11:57 AM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sunita Williams Latest News : સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પૃથ્વી પર પાછા લાવવા નાસાના અન્ય બે અવકાશયાત્રીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી, શું તમે જાણો છો હવે નાસા કોને ISS પર મોકલી રહ્યું છે?

Sunita Williams : સુનિતા વિલિયમ્સને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પૃથ્વી પર પાછા લાવવા માટે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કેમ તે ફેબ્રુઆરી 2025માં ક્રૂ-9 મિશન હેઠળ સ્પેસ-એક્સના સ્પેસ શિપમાંથી તેમને પાછા લાવશે. હવે નાસાના અન્ય બે અવકાશયાત્રીઓએ આ સંબંધમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. વાસ્તવમાં નાસાના નિક હેગ અને રોસકોસમોસ અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ ક્રૂ-9 મિશન માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર જતા પહેલા ક્વોરેન્ટાઇનમાં રહેશે.

નાસા કોને ISS પર મોકલી રહ્યું છે?

નાસા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ક્રૂ-9 મિશન 26 સપ્ટેમ્બરે સ્પેસ-એક્સની મદદથી લોન્ચ કરવામાં આવશે. વાસ્તવમાં નાસા સ્પેસ-એક્સના ફાલ્કન 9 રોકેટની મદદથી નિક હેગ અને અવકાશયાત્રી એલેક્ઝાંડર ગોર્બુનોવને ફ્લોરિડાના કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલશે. ભારતીય સમય અનુસાર,ક્રૂ-9 મિશન 25 સપ્ટેમ્બરે રાત્રે 11:58 કલાકે લોન્ચ કરવામાં આવશે. બંને અવકાશયાત્રીઓ લોન્ચ થયાના લગભગ 6 કલાક પછી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચશે.

વધુ વાંચો : ન્યૂયોર્કના હિન્દુ મંદિરમાં તોડફોડ, ભડક્યું ભારતીય દૂતાવાસ, કરી કડક કાર્યવાહીની માંગ

સુનિતા વિલિયમ્સ કેવી રીતે પરત ફરશે?

વાસ્તવમાં નાસાના ક્રૂ મિશન હેઠળ સામાન્ય રીતે ડ્રેગન સ્પેસ શિપમાંથી 4 અવકાશયાત્રીઓને ISS પર મોકલવામાં આવે છે. જોકે આ વખતે ક્રૂ-9 મિશન હેઠળ માત્ર 2 અવકાશયાત્રીઓને જ ISS પર મોકલવામાં આવશે. આ એટલા માટે છે કે સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર ફેબ્રુઆરી 2025માં ક્રૂ-9 મિશન હેઠળ ડ્રેગન અવકાશયાન દ્વારા પરત ફરી શકે છે. ખરેખર ડ્રેગન સ્પેસ શિપમાં ચાર સીટ છે અને નાસાએ માત્ર 2 અવકાશયાત્રીઓને ISS પર મોકલ્યા છે. આવી સ્થિતિમાં વિલિયમ્સ અને વિલ્મોર પરત ફરતી વખતે બે ખાલી બેઠકો પર બેસીને પૃથ્વી પર પાછા ફરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sunita Williams NASA Crew-9 Mission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ