બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:52 AM, 19 March 2025
ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને લઈને NASA અને SpaceX નું અવકાશયાન ડ્રેગન પૃથ્વી પર પહોંચી ગયું છે. બુચ વિલ્મોર અને બે અન્ય સાથી અવકાશયાત્રીઓ પણ તેમની સાથે પાછા ફર્યા છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી ફ્લોરિડાના કિનારે સમુદ્રમાં લેન્ડિંગ કરવામાં 17 કલાકનો સમય લાગ્યો.
ADVERTISEMENT
Splashdown confirmed! #Crew9 is now back on Earth in their @SpaceX Dragon spacecraft. pic.twitter.com/G5tVyqFbAu
— NASA (@NASA) March 18, 2025
પરંતુ આ 17 કલાકમાં 10 મિનિટનો સમય એવો હતો, જયારે બધાના હૃદયના ધબકારા વધી ગયા હતા. અહીં એ 10 મિનિટ વિશે વાત થઈ રહી છે કે જ્યારે ડ્રેગન કેપ્સ્યુલનો પૃથ્વી પર મિશન કંટ્રોલ સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હતો. આને કોમ્યુનિકેશન બ્લેકઆઉટ કહેવામાં આવે છે. ચાલો જાણીએ કે આ કોમ્યુનિકેશન બ્લેકઆઉટ શું હોય છે અને શા માટે તેને સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષણોમાંની એક માનવામાં આવે છે.
ADVERTISEMENT
Welcome home, #Crew9@NASA_Astronauts Nick Hague, Suni Williams, Butch Wilmore, and cosmonaut Aleksandr Gorbunov splashed down off the coast of Florida at 5:57pm ET (2127 UTC), concluding their scientific mission to the @Space_Station: https://t.co/DFWxQIiz6O pic.twitter.com/VQu3DhpTUJ
— NASA (@NASA) March 19, 2025
કોમ્યુનિકેશન બ્લેકઆઉટની એ 10 મિનિટ
જ્યારે કેપ્સ્યુલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની ગતિ લગભગ 28000 કિમી પ્રતિ કલાકની હોય છે. જ્યારે કેપ્સ્યુલ આ ગતિએ પસાર થાય છે, ત્યારે વાતાવરણ સાથે તેનું ઘર્ષણ થાય છે અને ઘર્ષણને કારણે, કેપ્સ્યુલ 3500 ફેરનહીટ સુધી ગરમ થાય છે. આનો અર્થ એ થાય કે તાપમાન એટલું વધી જાય છે કે લોખંડ પણ પીગળી જાય છે. પરંતુ કેપ્સ્યુલમાં વપરાતી ખાસ ધાતુઓ કેપ્સ્યુલને ગરમીથી બચાવે છે. આ સૌથી મુશ્કેલ મિનિટોમાં, કેપ્સ્યુલની સિગ્નલ પણ તૂટી જાય છે. નાસાના મતે, આ સમય લગભગ સાત થી 10 મિનિટનો હતો. જયારે મિશન કંટ્રોલનું કેપ્સ્યુલ પર કોઈ નિયંત્રણ નથી હોતું.
આ પણ વાંચો: હવે કેમ છે સુનિતા વિલિયમ્સ? શું ભવિષ્યમાં તેને કોઇ સમસ્યાનો સામનો કરવો પડશે? મેળવો જાણકારી
આગના ગોળા જેવું દેખાતું હતું ડ્રેગન કેપ્સ્યુલ
આ દરમિયાન, જ્યારે કેપ્સ્યુલની અંદર બેઠેલા અવકાશયાત્રીઓ બહાર જોતા હશે, ત્યારે તેમને એવું લાગશે કે જાણે તેઓ આગના ગોળામાં બેઠા હોય. પરંતુ તેમને આ તાપમાનનો અનુભવ થતો નથી કારણ કે કેપ્સ્યુલના ઉપરના સ્તરમાં હીટ શિલ્ડ ટાઇલ્સ ફીટ કરેલી હોય છે જે તાપમાનને અંદર પ્રવેશવા દેતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.