બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:57 AM, 19 March 2025
ભારતીય મુળની એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ આજે ભળકડે પૃથ્વી પર પરત ફર્યા હતા. 9 મહિના સુધી સ્પેસમાં ફસાયેલા બાદ સ્પેસ એક્સના ડ્રેગન રોકેટની મદદથી સુનિતા વિલિયમ્સ પરત ફર્યા છે. આ અંગે તેમના પરિવારે મીડિયા સાથે વાત કરી હતી. આ અંગે ન્યૂજર્સીમાં તેમના પરિવારે મીડિયા સાથે વાત કરીને ખુશી વ્યક્ત કરી હતી. સુનિતા વિલિયમ્સ ઘરે આવે પછીના તેમના પ્લાન અંગે પણ માહિતી આપી હતી.
ADVERTISEMENT
કુળદેવી અને કુળદેવતાના મંદિરે દર્શન અને પુજા
વિલિયમ્સના ઘરે પરત ફર્યા બાદના પ્લાન અંગે વાત કરતા તેમના ભાભી ફાલ્ગુની પંડ્યાએ જણાવ્યું કે, સુનિતા વિલિયમ્સ સ્પેસમાં ફસાયા તેના કારણે છેલ્લા 9 મહિનાથી અમારા પરિવારમાં પણ ખુબ જ ટેન્સ વાતાવરણ હતું. તમામ લોકો સુનિતાની ચિંતા કરી રહ્યા હતા. તેઓ સુરક્ષિત પરત ફરે તે માટે રોજેરોજ પ્રાર્થના પણ કરતા હતા. આજે સુનિતા પરત ફર્યા બાદ અમારો સમગ્ર પરિવાર મંદિર પહોંચ્યો હતો અને ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો. સુનિતા પરત ફર્યા બાદ અમે ફરીથી મંદિરે જઇશું અને હવનનું પણ આયોજન કરીશું.
ADVERTISEMENT
વિશેષ પુજા અને હવનની માનતા
સુનિતા વિલિયમ્સના ભાભીએ જણાવ્યું કે, આજે અમારા સમગ્ર પરિવાર દ્વારા વિશેષ પુજા કરવામાં આવી હતી. મંદિરમાં વિશેષ પુજા બાદ હવન પણ કર્યો હતો. અમે એક સંકલ્પ (માનતા) કરી હતી કે જો તેઓ સુરક્ષિત પૃથ્વી પર પરત ફરે પછી ભગવાનની વિશેષ પુજા અને હવન કરીશું. આ ભગવાનનો આભાર વ્યક્ત કરવા માટેની ભારતીય પરંપરા છે.
સુનિતા લાખો લોકો માટે રોલ મોડેલ
વિલિયમ્સ અંગે તેમના ભાભી ફાલ્ગુની પંડ્યાએ જણાવ્યું કે,"સુનિતા ન માત્ર અમારા પરંતુ સમગ્ર અમેરિકી પરિવાર માટે એક પ્રેરણાસ્ત્રોત સમાન છે. અમેરિકા બ હાર પણ લાખો લોકોની રોલમોડલ છે. ગમે તેવી પરિસ્થિતિમાં સુનિતા હંમેશા પોઝિટિવ રહે છે. ગમે તેટલી મુશ્કેલી હોય તે હંમેશા હસતી રહે છે. આ ઉંમરે પણ તેના આત્મવિશ્વાસની અમે સરાહના કરીએ છીએ."
અમેરિકન નેવીમાં પણ કામ કરી ચુક્યા છે સુનિતા
અત્રે ઉલ્લેખનીય છે કે, સુનિતા વિલિયમ્સની ઉંમર 59 વર્ષની થઇ ચુકી છે. તેઓ નાસામાં જોડાયા પહેલા અમેરિકન નેવી સાથે પણ કેપ્ટન તરીકે કામ કરી ચુક્યા છે. તેમનો જન્મ 19 સપ્ટેમ્બર, 1965 ના રોજ અમેરિકાના ઓહાયોમાં જન્મ થયો હતો. તેમનાં પિતા મુળ ગુજરાતના દિપક પંડ્યા છે. જેઓ ગુજરાતના મહેસાણાના જુલાસણ ગામના વતની છે. જ્યારે તેમના માતા સ્લોવાનિયા ઉરુસીન બોની પંડ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.