બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 01:11 PM, 15 March 2025
1/5
સુનિતા વિલિયમ્સ સ્પેસ એક્સની મદદથી હવે પૃથ્વી પર પરત ફરશે. તે માટેનું મિશન પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. તેઓ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. જો કે આવતા અઠવાડીયે તેઓ પૃથ્વી પર પરત ફરશે. જો કે તેઓ જ્યારે પૃથ્વી પર પરત ફરશે ત્યારે ચાલી શકે તેવી શક્યતાઓ ઓછી છે. તેઓ ચાલવાનું જ ભુલી ગયા હોય તેવું બની શકે. નિષ્ણાંતોએ તેની પાછળનું કારણ જણાવ્યું.
2/5
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર લગભગ છેલ્લા 9 મહિના કરતા પણ વધારે સમયથી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયેલા છે. તેઓ શુક્રવારે શરૂ થયેલ સ્પેસ એક્સના બચાવ અભિયાન દ્વારા પરત ફરવાના છે. આવતા અઠવાડીયે બંન્ને અંતરિક્ષ યાત્રી પૃથ્વી પર પરત ફરશે ત્યારે તેઓ ચાલી નહીં શકે. તેઓ 9 મહિના કરતા વધારે સમયથી અંતરિક્ષમાં ફસાયેલા છે.
3/5
બંન્ને અવકાશ યાત્રી જ્યારે ઘરે પરત ફરશે તો તેમને બેબી ફીટની સમસ્યા થશે. તેવી સ્થિતિમાં તેમના માટે ચાલવું ખુબ જ કષ્ટદાયક સાબિત થશે. ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર નાસાના પૂર્વ અંતરિક્ષ યાત્રી લેરોય ચિયાઓએ કહ્યું કે, પગના તળીયે જે કડક ચામડી (ટિશ્યું) હોય તે જતી રહે છે. જેના કારણે તેઓ એક ડગલું પણ ભરે તો તે ખુબ જ કષ્ટ દાયક સાબિત થાય છે.
4/5
લેરૉયે કહ્યું કે, તમને લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહો ત્યારે પગના તળીયે રહેલો કઠોર હિસ્સો કોઇ ઘસારો નહીં પડવાના કારણે સામાન્ય ચામડી જેવો જ સોફ્ટ બની જાય છે. જેથી પૃથ્વી પર પરત આવો ત્યારે તમારા પગના તળીયા પણ નવજાત બાળક જેવા ખુબ જ નરમ અને સોફ્ટ બની જાય છે. જેથી તમે ચાલવાનો પ્રયાસ કરો તો તે ખુબ જ કષ્ટદાયક સાબિત થાય છે. જો કે ધીરે ધીરે ચાલવાની પ્રેક્ટિસ કરવાથી તે કઠોર હિસ્સો પરત પણ આવી જાય છે, પરંતુ શરૂઆતમાં તે ખુબ જ પીડાદાયક હોય છે.
5/5
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા સુનીતાએ પણ જણાવ્યું હતું કે, તેમણે સ્ટેશન પર ઝીરો ગ્રેવિટીમાં એટલો બધો સમય વિતાવ્યો છે કે પોતાના પગનો ઉપયોગ કરવાનું જ ભુલી ગયા છે. વૈજ્ઞાનિકો સુનિતા અને બુચના સ્વાસ્થય પર સતત નજર રાખી રહ્યા છે, કારણ કે અંતરિક્ષમાં લાંબા સમય સુધી રહેવાના કારણે તેમના હાડકા અને માંસપેશિઓમાં પણ ઘણું નુકસાન થઇ શકે છે. આ ઉપરાંત તેમના હૃદયની કાર્યક્ષમતા પણ ખુબ જ નબળી પડી જતી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ