બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / મૂવી સમીક્ષા / સુનિલ શેટ્ટી સેટ પર ઘાયલ! ઈજા કેટલી ગંભીર? હેલ્થ પર આવ્યું અગત્યનું અપડેટ
Last Updated: 12:15 PM, 8 November 2024
એક્ટર સુનીલ શેટ્ટી વિશે સમાચાર આવ્યા હતા કે તે સેટ પર શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેતા એક એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક તે પટકાયો અને ઘાયલ થયો. આ સમાચારે ચાહકોને ટેન્શનમાં મૂકી દીધા હતા. જો કે, હવે અભિનેતાની તબિયત અંગે અપડેટ આવ્યું છે, જેના પછી ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. વાસ્તવમાં, સુનીલ શેટ્ટીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે કહ્યું છે કે તેની ઈજા નાની છે અને કંઈ ગંભીર નથી. તે હવે ઠીક છે અને આગામી શોટ માટે તૈયાર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
રિપોર્ટ્સ અનુસાર, સુનીલ શેટ્ટી તેની વેબ સિરીઝ 'હન્ટર 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિરીઝની પ્રથમ સિઝન જબરદસ્ત હિટ રહી હતી. અભિનેતા 63 વર્ષની ઉંમરે જબરદસ્ત એક્શન કરતો જોવા મળ્યો હતો.
કહેવાય છે કે સુનીલ શેટ્ટી મુંબઈમાં 'હન્ટર 2'નું શૂટિંગ કરી રહ્યો હતો. તેણે અન્ય 3 લોકો સાથે એક એક્શન સિક્વન્સ કર્યું હતું, જેનાં શૂટિંગ દરમિયાન એક લાકડાનો લોગ અભિનેતા તરફ આવ્યો હતો અને તેને તેની પાંસળીમાં ઈજા થઈ હતી. આ પછી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, હવે અભિનેતા સ્વસ્થ થઈ રહ્યો છે.
સુનીલ શેટ્ટીએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું, 'નાની ઈજા છે. ગંભીર કંઈ નથી. હું સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છું અને આગામી શોટ માટે તૈયાર છું. સુનીલ શેટ્ટીએ કહ્યું, 'તમારા પ્રેમ અને ચિંતા માટે આપ સૌનો આભાર.' અભિનેતાએ વધુમાં કહ્યું કે તે હાલમાં સેટ પર છે.
તમને જણાવી દઈએ કે 'હન્ટર 2' સિવાય સુનીલ શેટ્ટી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' માટે પણ ચર્ચામાં છે. 'વેલકમ' ફ્રેન્ચાઈઝીની આ ત્રીજી ફિલ્મ છે, જેમાં તેના અને અક્ષય કુમાર સિવાય મોટી સ્ટાર કાસ્ટ જોવા મળશે. પહેલા આ ફિલ્મ આ વર્ષે સિનેમાઘરોમાં રીલિઝ થવાની હતી પરંતુ બાદમાં તેની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. હવે 'વેલકમ ટુ ધ જંગલ' આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે. સુનીલ શેટ્ટીની 'હન્ટર'ની વાત કરીએ તો તે આ વર્ષે 2023માં રિલીઝ થઈ હતી. ફેન્સ તેના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.