સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી જ સોશિયલ મીડિયા પર સલમાન ખાન પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. થોડાં દિવસ પહેલાં જ સલમાન ખાને તેના ફેન્સને એક ટ્વિટ કરીને અપીલ કરીને કહ્યું હતું કે, હું તમામ ફેન્સને વિનંતી કરું છું કે, તેઓ સુશાંતના ફેન્સને સપોર્ટ કરે અને ખોટી ભાષાનો ઉપયોગ ન કરે. સલમાનના આ ટ્વિટ બાદ કોમેડિયન અને એક્ટર સુનિલ ગ્રોવરે પણ ટ્વિટ કરીને સલમાનનું સમર્થન કર્યું હતું અને લખ્યું હતું આઈ લવ એન્ડ રિસ્પેક્ટ સલમાન સર. સુનિલની આ ટ્વિટ બાદ તે ટ્રોલર્સના નિશાના પર આવી ગયો છે.
સુશાંતની મોત બાદ સલમાન ખાન પર ટ્રોલર્સે સાધ્યું નિશાન
સુનિલ ગ્રોવરે એ પછી એક બાદ એક ટ્વિટ કરીને ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. સુનિલે લખ્યું- હવે ક્યાંક મને પેડ ટ્રોલર્સને કામ પર લગાવવામાં મજા ન આવવા લાગે. ભગવાન મને આ નવા મનોરંજનથી બચાવી લો. સુનિલે તેની વધુ એક ટ્વિટમાં લખ્યું-સત્ય અને તથ્ય વચ્ચેનો તફાવત એ છે કે તથ્યને તર્ક સાથે જોડી શકાય નહીં, કારણ કે તે તર્ક જ છે. પરંતુ સત્ય એવી વસ્તુ છે જે વ્યક્તિના દ્રષ્ટિકોણ અને અનુભવ પર આધારિત છે.
Kahin ab mujhe paid trollers ko kaam pe lagane main maza na aane lag jaye. God please save me from this new amusement.
The difference between truth and fact is that fact is something that cannot be combated with reasoning, for it is logic itself. But truth is something which depends on a person's perspective and experience.
સુનિલ ગ્રોવરે આ રીતે ટ્રોલર્સને જવાબ આપ્યો છે. તમને જણાવી દઈએ કે સુનિલ ગ્રોવર એક જબરદસ્ત કોમેડિયન છે, તે એક શાનદાર અભિનેતા પણ છે. ગયા વર્ષે ફિલ્મ 'ભારત'માં સુનિલ ગ્રોવરે તેની એક્ટિંગથી દિલ જીત્યા હતા. અગાઉ સુનિલ ગ્રોવર ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'બાગી' અને અક્ષય કુમારની 'ગબ્બર ઇઝ બેક'માં પણ જોવા મળી ચૂક્યો છે.