વિરાટ લાંબા સમયથી તેની 71મી આંતરાષ્ટ્રીય સદીની રાહ જોઈ રહ્યો છે. ત્યારે સુનિલ ગાવસ્કરનું માનવું છે કે, કેપ્ટન્સીથી અલગ થવું વિરાટ કહોલી માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સુનીલ ગાવસ્કરનું માનવું છે કે, વિરાટને હવે મોટી ઈનિંગ્સ રમતો જોવા મળશે.
કેપ્ટન્સીથી અલગ થવું વિરાટ કહોલી માટે ખૂબ ફાયદાકારક છે.
ગાવસ્કરે વન ડે કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા પણ કરી હતી.
સુનીલ ગાવસ્કરનું માનવું છે કે, વિરાટને હવે મોટી ઈનિંગ્સ રમતો જોવા મળશે.
તાજેતરમાં વન-ડે ટીમની કેપ્ટન્સી પાછી ખેંચી લેનાર વિરાટ કોહલીએ સપ્ટેમ્બરમાં પોતે ટી-20ની કેપ્ટન્સી છોડી દીધી છે. સાથે જ વિરાટનું બેટ ઘણાં સમયથી શાંત દેખાઈ રહ્યું છે. ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે, વિરાટને હવે મોટી ઈનિંગ્સ રમતો જોવા મળશે. વિરાટની બેટ સાથે છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી નવેમ્બર 2019માં બહાર આવી હતી. વિરાટ લાંબા સમયથી તેની 71મી આંતરરાષ્ટ્રીય સદીની રાહ જોઈ રહ્યો છે.
કેપ્ટન્સીથી અલગ થવું વિરાટ કહોલી માટે ખૂબ ફાયદાકારક છે.
સુનીલ ગાવસ્કરનુ માનવું છે કે, કેપ્ટન્સીથી અલગ થવું વિરાટ કહોલી માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમણે જણાવ્યું કે, અમે સતત સદી ફટકારનાર વિરાટ કહોલીને જોઈ શકીએ છીએ ગાવસ્કરનું માનવું છે કે,વન-ડે અને ટી-20 કેપ્ટન્સીના અભાવે વિરાટ કહોલી ખુલ્લા મનથી પોતાની રમતનો આનંદ માણી શકશે. વિરાટ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી 70 સદી ફટકારી છે. વિરાટે ટેસ્ટ ફોર્મેટમાં 245 વન ડે ઈનિંગમાં 43 સદી અને 164 ઈનિગ્સમાં 27 સદી ફટકારી છે. વિરાટ કહોલીની છેલ્લી વન-ડે સદી 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે હતી. આ શ્રેણી 2019ના વર્લ્ડ કપ બાદ તરત જ રમાઈ હતી
ગાવસ્કરે વન ડે કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા પણ કરી હતી.
ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર પણ નવા ચૂંટાયેલા વન ડે કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા કરી હતી. ગવાસ્કરે કહ્યું હતું કે, તેને રોહિત શર્મા પર પૂરો વિશ્વાસ છે. અને તે તેની આઈપીએલ ટીમની જેમ ભારત માટે સફળ કેપ્ટન સાબિત થશે. વિરાટ કોહલી હાલ ટીમ ઈન્ડિયા સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસે છે ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ સેન્ચુરિયન સાથે 26મી ડિસેમ્બરે થશે. જો કે, રોહિત શર્માની ઈજાને કારણે આ શ્રેણીમાંથી બહાર છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ વિરાટની 100મી ટેસ્ટ મેચ હશે.