બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / સુનિલ ગાવસ્કરે 'ફોડ્યો બોંબ', રોહિત-કોહલી પર એવું બોલ્યાં કે ક્રિકેટ જગતમાં સહુ કોઈ હેરાન

ક્રિકેટ / સુનિલ ગાવસ્કરે 'ફોડ્યો બોંબ', રોહિત-કોહલી પર એવું બોલ્યાં કે ક્રિકેટ જગતમાં સહુ કોઈ હેરાન

Last Updated: 10:53 AM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ સુનિલ ગાવસ્કરે રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે જેણે ક્રિકેટ જગતને વિચારતા કરી મૂક્યું છે.

ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટને અલવિદા કહી દીધું છે બન્ને ટી 20માંથી પણ સંન્યાસ લઈ ચૂક્યા છે અને હવે તેઓ ફક્ત એક જ ફોર્મેટ વનડેમાં રમશે. કોહલીના ટેસ્ટ સંન્યાસના બીજા જ દિવસે ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ સુનિલ ગાવસ્કરે એક ચોંકાવનારું નિવેદન આપીને ક્રિકેટ જગતને વિચારતું કરી મૂક્યું છે.

શું બોલ્યાં ગાવસ્કર

ગાવસ્કરે કહ્યું કે કોહલી અને રોહિત 2027નો વર્લ્ડ કપ નહીં રમે. તેમણે કહ્યું કે 2027ના વર્લ્ડ કપ વખતે કોહલી-રોહિતની ઉંમર આડે આવશે, પસંદગી સમિતિ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેશે. ગાવસ્કરે કહ્યું કે તેઓ વનડેમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ફરીથી, પસંદગી સમિતિ કદાચ 2027 વર્લ્ડ કપ પર નજર રાખશે. તેઓ 'શું તેઓ 2027 વર્લ્ડ કપ માટે ટીમમાં રહી શકશે? શું તેઓ જે પ્રકારનું યોગદાન આપી રહ્યા છે તે કરી શકશે?' તે પસંદગી સમિતિની વિચાર પ્રક્રિયા હશે. જો પસંદગી સમિતિને લાગે કે 'હા, તેઓ કરી શકે છે', તો તે બંને તેના માટે હાજર રહેશે.

વધુ વાંચો : VIDEO : 'એકલી રહીને પૂરો આનંદ લીધો', તાજ મહેલમાં બની અદ્દભુત ઘટના, છોકરીએ શેર કર્યો વીડિયો

કોહલી-રોહિત 2027નો વર્લ્ડ કપ રમશે કે નહીં?

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા જાહેરમાં 2027નો વનડે વર્લ્ડ કપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યાં છે. વર્લ્ડ કપને હજુ 2 વર્ષની વાર છે પરંતુ તે વખતે તેમની ઉંમર વચ્ચે આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Sharma Virat Kohli Sunil Gavaskar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ