બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / sun will remain in visakha nakshatra till 19 november there is a possibility of fuss in eastern and southern parts of the country

ગ્રહદશા / 19 નવેમ્બર સુધી વિશાખા નક્ષત્રમાં રહેશે સૂર્ય, જાણો કઈ 5 રાશિના જાતકોને થશે નુકસાન

Bhushita

Last Updated: 09:27 AM, 5 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

19 નવેમ્બર સુધી સૂર્ય વિશાખા નક્ષત્રમાં રહેશે. ઈન્દ્ર અને અગ્નિ આ નક્ષત્રના સ્વામી છે. જ્યોતિષિઓના જણાવ્યા અનુસાર સૂર્ય વિશાખા નક્ષત્રમાં હોવાથી દિવાળીનો તહેવાર સારો રહેશે. આ દિવસે કરાયેલી પૂજાનું શુભફળ મળશે. સૂર્યના નક્ષત્ર બદલાવવાથી દેશમાં આર્થિક, ભૌગોલિક, રાજનૈતિક અને પ્રશાસનના ફેરફાર પણ આવશે. સૂર્યની શુભ અસર 3 રાશિ પર રહેશે. ધન રાશિના જાતકો સહિત 4 રાશિ માટે સમય મિશ્ર ફળદાયી રહેશે તો અન્ય 5 રાશિના જાતકોએ સંભાળીને રહેવું પડશે.

  • 19 નવેમ્બર સુધી સૂર્ય વિશાખા નક્ષત્રમાં
  • સૂર્યની શુભ અસર 3 રાશિ પર રહેશે
  • ધન રાશિના જાતકો સહિત 4 રાશિ માટે સમય મિશ્ર ફળદાયી 
  • અન્ય 5 રાશિના જાતકોએ સંભાળીને રહેવું પડશે


સૂર્યના કારકથી દેશમાં આવશે આર્થિક અને હવામાનના ફેરફાર
સૂર્યના નક્ષત્ર પરિવર્તનના કારણે હવામાનમાં ફેરફાર આવશે, ક્યાંક ઠંડી વધશે. દેશના ઉત્તર ભાગમાં બરફ પડી શકે છે. સૂર્યના પ્રભાવથી દેશની વ્યવસ્થામાં ફેરફાર આવી શકે છે. વિશાખા નક્ષત્રમાં સૂર્યના આવવાથી દેશના પૂર્વ ભાગમાં અને દક્ષિણ ભાગમાં ઉપદ્રવ આવી શકે છે. 

મકર સહિત 3 રાશિના જાતકો માટે સમય રહેશે શુભ
વૃષભ, સિંહ અને મકર રાશિના જાતકોને ધનલાભ થવાની સંભાવના છે. વિચારેલા કામ પૂરા થશે. અધિકારીઓની મદદ મળશે. નોકરી અને બિઝનેસમાં બઢતીના યોગ છે. જમીન સંબંધી લાભ થઈ શકે છે. મોટા લોકોની મદદ મળી શકે છે. કોઈ મોટું પદ મળે તેવી પણ શક્યતાઓ છે. 

ધન સહિત આ 4 રાશિના જાતકોને માટે સમય સામાન્ય
મિથુન, કન્યા, ધન અને કુંભ રાશિના જાતકો માટે સમય મિશ્રફળદાયી રહેશે. કામ પૂરા થશે પણ મહેનત વધારે કરવાની રહેશે. રૂપિયા આવશે પણ ટકશે નહીં, ખર્ચ વધશે, ચિંતા પણ રહેશે. આસપાસના લોકોથી લડાઈ પણ શક્ય છે. હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી છે. 

તુલા સહિત 5 રાશિના જાતકો માટે અશુભ સમય
મેષ, કર્ક, તુલા, વૃશ્વિક અને મીન રાશિના જાતકોને માટે આ સમય મુશ્કેલ રહેશે. ચિંતા અને સમસ્યામાં વધારો થશે. આત્મવિશ્વાસ ઘટશે. આળસ વધશે. કામ ટાળવામાં આવે તે પણ શક્ય છે. કામકાજમાં ઉતાવળ કરવાથી બચવું જરૂરી છે. જરૂર ન હોય ત્યાં સુધી ઉધાર લેવાનું પણ ટાળો. 

સંકળાયેલા મુદ્દાઓ

Benefits Loss Rashifal sun નુકસાન મુશ્કેલી રાશિ રાશિફળ લાભ સમય સૂર્ય Rashifal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ