સૂર્યનું ધન રાશિમાં આગમન, જાણો કેવી પડશે તમારા જીવન પર અસર?

By : admin 05:46 PM, 16 December 2018 | Updated : 05:46 PM, 16 December 2018
રવિવારનાં તારીખ 16/12/18નાં રોજ માર્ગશીર્ષ શુક્લ નવમી પર સૂર્યનું ધન રાશિમાં આગમન પર ધનુ સંક્રાતિ મનાવાશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય દરેક માસમાં રાશિ પરિવર્તન કરે છે તો તે કાળને સંક્રાતિ કહે છે. આ સંક્રાતિમાં સૂર્ય વૃશ્વિકથી ધનમાં પ્રવેશ કરે છે. પંચાગ અનુસાર સૂર્ય વૃશ્વિકથી ધનમાં રવિવાર 16/12/18નાં રોજ સવારે 9:24એ પ્રવેશ કરશે.

ધન સંક્રાતિનો પુણ્યકળ સવારનાં 9:24થી દિવસનાં 3:48 સુધી રહેશે. મહાપુણ્યકાળ સવારનાં 9:24થી 9:48 સુધી રહેશે. એવામાં દિવસથી સૌર પોષ માસ શરૂ થશે જેથી આને પૌષ સંક્રાતિ પણ કહેવાય છે. રવિવાર પર સંક્રાતિ હોવાને કારણે રાજનીતિમાં અસ્થિરતા અને અશાંતિ રહેશે. રાજનેતાઓમાં પણ પરસ્પર ટક્કર વધશે.

ઘી, તેલ, અનાજ અને દૈનિક ઉપભોગની ચીજોનાં ભાવ વધવાંથી પણ જનતા પરેશાન થશે. ધન સંક્રાંતિનાં વિશેષ પૂજન અને ઉપાયથી માનસિક એકાગ્રતા પણ વધે છે. પૈતૃક સંપત્તિથી પણ લાભ થાય છે.

સ્પેશિયલ પૂજન વિધિઃ
સવારનાં સમયે સૂર્યદેવનું વિધિવત પૂજન કરો. સિંદુર યુક્ત ગાયનાં ઘીનો દીવો કરો. ગુગલથી ધૂપ કરો, હળદર ચઢાવો. પીળા અને લાલ ફુલ ચઢાવો. કિશમિશનું ફળાહાર ચઢાવો. જલેબીનો ભોગ લગાવો અને લાલ ચંદનની માળાથી આ વિશેષ મંત્રની 1 માળાનો જાપ કરો. પૂજન બાદ તાંબાનાં લોટમાં જળ, હળદર, લાલ ચંદન, ગુડ નાખીને સૂર્યને અર્ધ્ય આપો. પૂજન ઉપરાંત ફળાહાર અને ભો લાલ ગાયને ખવડાવો.

સવારનું મુહુર્તઃ સવારનાં 9:00થી 10:00 સુધી.
મહાપુણ્યકાળનું મુહુર્તઃ સવારનાં 9:24થી 9:48 સુધી.
મહાદાન મુહુર્તઃ સવારનાં 9:24થી 12:17 સુધી. (સર્વાર્થ સિદ્ધિ યોગ)
સ્પેશિયલ સૂર્ય મંત્રઃ ઓમ ભાસ્કરાય નમ:||

સ્પેશિયલ નુસખાઓઃ
પેટનાં વિકારોને દૂર કરવાઃ સૂર્ય પર ચઢાવેલ દાડમનાં દાણાંઓનું સેવન કરો.
પૈતૃક સંપત્તિમાં લાભ માટેઃ સૂર્યદેવ પર ચઢેલ 4 જાયફળ જળપ્રવાહ કરો.
માનસિક એકાગ્રતામાં વૃદ્ધિ માટેઃ સૂર્યદેવ પર ચઢાવેલ હળદરથી નિત્ય તિલક કરો.
ગુડલક માટેઃ સૂર્યદેવ પર ચઢેલ લાલ જાસુદનું ફુલ તિજોરીમાં રાખો.
વિવાદ ટાળવા માટેઃ લાલ ચંદનની માળાથી "હ્રીં માર્તાણડાય નમ:" મંત્રનો જાપ કરો,
નુકસાનથી બચવા માટેઃ સૂર્યદેવ પર બિલ્વપત્ર ચઢાઓ.
પ્રોફેશનલ સક્સેસ માટેઃ સૂર્યદેવ પર દાડમનાં ફુલ ચઢાવો.
એજ્યુકેશનમાં સક્સેસ માટેઃ સૂર્યદેવ પર ભોજપત્ર ચઢાવીને પુસ્તકમાં રાખો.
ફેમિલી હેપ્પીનેસ માટેઃ સૂર્યદેવની કપૂરથી લાલ ચંદન સળગાવીને આરતી કરો.
લવ લાઇફમાં સક્સેસ માટેઃ સૂર્યદેવ પર ગુલાબનું પરફ્યુમ ચઢાવો.Recent Story

Popular Story