સૂર્યએ આજે સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં ગોચર કર્યું છે. સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશથી કઈ રાશિના જાતકોને લાભ અને કઈ રાશિના જાતકોને નુકસાન થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
સૂર્યએ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં ગોચર કર્યું
1 મહિના સુધી કન્યા રાશિમાં જ રહેશે
આ રાશિના જાતકોને થશે નુકસાન
સૂર્યએ આજે સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં ગોચર કર્યું છે, 1 મહિના સુધી કન્યા રાશિમાં જ રહેશે અને 18 ઓક્ટોબરના રોજ રાશિ પરિવર્તન કરશે. સૂર્યનું તત્ત્વ અગ્નિ છે. સૂર્ય અને બુધ કન્યા રાશિમાં હોય તો તમારું સંચાર, કાર્ય ઊર્જા અને સમર્પણ ભાવ પર અસર થાય છે. તમારા શબ્દોમાં કઠોરતા અને સ્વભાવમાં અહંકાર જોવા મળી શકે છે. કન્યા રાશિનો સંબંધ આરોગ્ય અને સ્વચ્છતા સાથે છે. સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશથી કઈ રાશિના જાતકોને લાભ અને કઈ રાશિના જાતકોને નુકસાન થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
મિથુન-
આ રાશિના જાતકોએ શારીરિક અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. પરિવારના સભ્યો વચ્ચે વિવાદ સર્જાઈ શકે છે. નોકરીમાં ધીરજથી કામ લેવું, નહીંતર કામ બગડી શકે છે. બિઝનેસમાં સમજી વિચારીને રોકાણ કરવું. યાત્રામાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું, બિઝનેસમાં સારી તક મળશે.
તુલા-
તુલા રાશિના જાતકોએ આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. લાંબા અંતરની યાત્રા પર જવું પડી શકે છે. ખર્ચામાં વધારો થશે. શત્રુતાપૂર્ણ વ્યવહારને કારણે નુકસાન થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો.
કુંભ-
આ રાશિના જાતકો માટે કેટલીક બાબત પડકારજનક રહેશે. વૈવાહિક જીવનમાં પરેશાની આવી શકે છે. કોઈપણ સંયમ સાથે કરવાની કોશિશ કરો. ખર્ચો વધશે. કરિઅરમાં શુભ પરિણામં પ્રાપ્ત થશે, નોકરીમાં પદોન્નતિ થઈ શકે છે. કામમાં અપાર સફળતા પ્રાપ્ત થશે અને સમાજમાં માન સમ્માનમાં વધારો થશે.