Sumul Dairy increased the price per kg of fat by this much
સુરત /
અઢી લાખ પશુપાલકોને શિવરાત્રી ફળી: સુમુલ ડેરીએ પ્રતિ કિલો ફેટના ભાવમાં કર્યો આટલો વધારો, જુઓ શું થશે ફાયદો
Team VTV06:59 PM, 20 Feb 23
| Updated: 07:02 PM, 20 Feb 23
સુરતની સુમુલ ડેરી દ્વારા દુધના ભાવમાં વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ગાયના દૂધનો ભાવ 750થી વધી રૂપિયા 780એ અને ભેંસના દૂધનો ભાવ 780થી વધી રૂપિયા 810એ પહોંચ્યો છે.
સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
પ્રતિ કિલો ફેટ પર 30 રૂપિયાનો વધારો
2.50 લાખ પશુપાલકોને થશે ફાયદો
સુમુલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. પશુપાલકોની આર્થિક પ્રગતિ થાય તે માટે ડેરી દ્વારા ગાય અને ભેંસ બન્નેના દૂધના ભાવમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. ડેરી દ્વારા ગાય અને ભેંસના દુધમા પ્રતિ કિલો ફેટ પર રૂપિયા 30 જેટલો વધારો વધારો કરાયો છે. આથી પશુપાલકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.
ગાયના દૂધનો એક કિલો ફેટ નો ભાવ 750 રૂપિયા હતો જે હવે 780 થશે
સતત ખર્ચાળ બનતા જતા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આર્થિક સહયોગ મળે તે માટે લેવાયેલા નિર્ણયથી હવે ગાય અને ભેંસ બન્નેના દૂધના ભાવ ઊંચકાતા હવે ગાયના દૂધનો ભાવ 750થી વધી રૂપિયા 780 સુધી પહોંચ્યો છે. જ્યારે ભેંસના દૂધનો ભાવ 780થી વધી રૂપિયા 810એ સુધી પહોચી ગયો છે. ડેરી દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથ સુરત અને તાપી પંથકમાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા અઢી લાખથી વધુ પશુપાલકોને સીધો જ ફાયદો થશે. આથી પશુપાલકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યોં છે.
નવેમ્બરથી લાગુ થયો હતો નવો ભાવ
ઉલ્લેખનિય છે કે સુરત જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા દૂધ ઉત્પાદકોના હિતમાં અનેક નિર્ણય કરાયા છે જેમાં ગત ઓક્ટોબર માસમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. જેમાં ગાયના દૂધમા કિલો ફેટે 10 અને ભેંસના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયા જેવો વધારો કરવામાં આવ્યો હતો. જે નવા ભાવ 1 નવેમ્બરથી લાગુ કરાયા હતા. આ નિર્ણયથી ગાયનું દૂધ 740 ને બદલે 750 પર સ્થિર થયું હતું તો ભેંસના કિલો ભેટે 760 ને બદલે 780 થયા હતા. ત્યારબાદ એમાં ફરી વધારો કરાતા પશુપાલકો રાજીના રેડ થયા છે.