બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:39 PM, 21 June 2024
21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. આમ તો સામાન્ય રીતે દિવસ અને રાત બરાબર હોય છે 12-12 કલાકની. પરંતુ 21 ડિસેમ્બર બાદ રાત નાની થવા લાગે છે અને દિવસ મોટા થવા લાગે છે. 21 જૂને દિવસ સૌથી મોટો હોય છે. તેના બાદ દિવસની લંબાઈ ધીરે ધીરે ઓછી થવાની શરૂ થઈ જાય છે. 22 જૂને દિલ્હીમાં દિવસ 13 કલાક 58 મિનિટ અને 11 સેકન્ડનો રહેશે. 21 જૂન 2024એ દિલ્હી અને ઉત્તર ભારતમાં સૂર્યોદય 5.23 મિનિટ પર થયો છે અને સૂર્યાસ્ત 7.22 મિનિટ પર થશે.
ADVERTISEMENT
સીધા કર્ક રેખા પર પડે છે કિરણો
ADVERTISEMENT
21 જૂને દિવસ ખાસકરીને તે દેશોના લોકો માટે સૌથી લાંબો હોય છે જે ઈક્વેટરના ઉત્તર ભાગોમાં રહે છે. તેમાં રશિયા, ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા, અડઘુ આફ્રીકા આવે છે. ટેક્નીકલ રીતે સમજીએ તો એવું ત્યારે થાય છે જ્યારે સૂરજના કિરણો સીધા, કર્ક રેખા/ ટ્રેપિક ઓફ કેન્સર પર પડે છે. આ દિવસે સૂર્યથી પૃથ્વીના તે ભાગને મળતી ઉર્જા 30 ટકા વધારે હોય છે.
ક્યારે દિવસ લાંબા થવા લાગે છે?
પૃથ્વી સૂરજના ચક્કર લગાવે છે ત્યારે માર્ચથી સપ્ટેમ્બરની વચ્ચે પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધ એટલે કે નોર્થ હેમિસ્ફેયરના ભાગને સૂર્યના સીધા કિરણોનો સામનો કરવો પડે છે. ત્યાંરે અહીં દિવસ લાંબા થાય છે. બાકીના સમયે દક્ષિણ ગોળાર્ધ એટલે કે સદર્ન હેમિસ્ફેયર પર સૂરજના કિરણો સીધા પડે છે. ગરમી, શિયાળો આ બધી સિઝન પૃથ્વીના એક પ્રકારે ચક્કર લગાવવાના કારણે આવે છે.
ઉત્તરી ગોળાર્ધ પર સૌથી વધારે સૂર્યના કિરણ 20,21,22 જૂને પડે છે. એટલે કે આ સમયે આપણે સૂર્યના સૌથી વધારે નજીક હોઈએ છીએ. પશ્ચિમમાં ઘણી જગ્યાઓ પર તેને ગ્રીષ્મકાળીન સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. ત્યાં જ દક્ષિણ ગોળાર્ધમાં આ દિવસ 21,22,23 ડિસેમ્બરે આવે છે.
પહેલા વધારે ગતિથી ફરતી હતી પૃથ્વી
સમુદ્ર અને ચંદ્ર જ્યારથી પૃથ્વીના જીવનનો ભાગ બન્યા છે ત્યારથી તેમની પોતાની ધરી પર ફરવાનો સમય ધીમો થતો ગયો. તેને ટાઈડલ ફ્રિક્શન કહેવામાં આવે છે એટલે કે જ્વાર ભાટાથી થતું ઘર્ષણ. જ્વાર ભાટાથી સમુદ્રમાં ખેંચાણ આવે છે અને ઘણી હદ સુધી પૃથ્વીના સોલિડ ભાગ પણ ખેંચાણ અનુભવે છે.
વધુ વાંચો: સાવધાન! ગુગલ યુઝર્સ ફટાફટ આ કામને અપડેટ કરી લે, નહીંતર..., એડ્વાઇઝરી જાહેર
આ જ અવરોધોના કારણે પોતાનામાં એક ચક્કર પુરૂ કરવામાં પૃથ્વીના ઘણા તત્વ બગતા રહે છે. આ સમય દરમિયાન પૃથ્વીની વધારે ઉર્જા ચક્કર લગાવવામાં ખર્ચ ન થઈને ગરમીમાં ફેરવાઈ જાય છે. પૃથ્વી અને તેના મહાસાગરો સતત ભરતીથી પ્રભાવિત થાય છે, જે પૃથ્વીના પરિભ્રમણની ગતિને ધીમી કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.