બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : મોચીએ રાહુલ ગાંધીને દિલ્હી મોકલી આપી આ ભેટ, ખજાનો મળ્યો હોય તેવા ખુશ થયાં

ચીજની નહીં ભાવની ભેટ / VIDEO : મોચીએ રાહુલ ગાંધીને દિલ્હી મોકલી આપી આ ભેટ, ખજાનો મળ્યો હોય તેવા ખુશ થયાં

Last Updated: 09:10 PM, 6 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના સુલતાનપુરના મોચીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને પગરખાંની ભેટ આપી છે.

યુપીના સુલતાનપુરમાં થોડા સમય પહેલા મોચી સાથેની મુલાકાતમાં વધુ એક કડી જોડાઈ છે. સુલતાનપુરના મોચીએ રાહુલ ગાંધીને વળતી ભેટ મોકલી આપી છે. રામચેત નામના મોચીએ પોતાને હાથ સીવેલા પગરખાં દિલ્હી મોકલ્યા હતા. મોચીની ભેટ મળતા રાહુલ ખુશખુશાલ જોવા મળ્યાં હતા અને જેવા હાથમાં આવ્યા કે તરત પહેરીને આમથી તેમ ચાલતાં જોવા મળ્યાં હતા. રાહુલે ફોન કરીને રામચેતનો આભાર પણ માન્યો હતો. રાહુલ ગાંધી હાલમાં જ માનહાનિના એક કેસના કારણે સુલતાનપુર કોર્ટમાં હાજર થવા ગયા હતા. પછી પરત ફરતી વખતે તે રામચેત મોચીની દુકાને રોકાયા હતા અને તેમની સાથે વાત કરી હતી. રાહુલ મોચીનું કામ પણ જોયું હતું આ પછી, મોચીએ જાતે જ પોતાના હાથથી જૂતાની જોડી બનાવી અને રાહુલને મોકલી હતી.

ભારતની સૌથી મોટી સંપત્તિ વર્કિંગ પરિવારો

મોચી દ્વારા મોકલવામાં આવેલા જૂતા જોઈને રાહુલ ગાંધી એટલા ખુશ થયા કે તેમણે સોશિયલ મીડિયા પર તેમના વખાણ પણ કર્યા. તેમણે લખ્યું- ભારતની સૌથી મોટી સંપત્તિ વર્કિંગ પરિવારોની 'પરંપરાગત કુશળતા'માં છુપાયેલી છે. તાજેતરમાં, સુલતાનપુરથી પરત ફરતી વખતે, હું જૂતાના કારીગર રામચેતજીને મળ્યો, તેમણે મને પ્રેમથી પોતાના હાથથી બનાવેલા ખૂબ જ આરામદાયક અને ઉત્તમ જૂતા મોકલ્યા. દેશના ખૂણે ખૂણે અલગ-અલગ કૌશલ્ય ધરાવતી આવી કરોડો પ્રતિભાઓ છે. જો આ 'ભારતના નિર્માતાઓ'ને જરૂરી સમર્થન મળે તો તેઓ માત્ર પોતાનું જ નહીં પરંતુ દેશનું ભાગ્ય પણ બદલી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi shoes Sultanpur cobbler Sultanpur cobbler gift
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ