બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 06:39 PM, 11 December 2023
ADVERTISEMENT
કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાબતે અલગ અલગ ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે દાવો કર્યો છે કે, બદમાશોએ સમજી વિચારીને ઘટનાને અંજામ આપવા માટેનો સમય નક્કી કર્યો હતો. બદમાશોને ખબર હતી કે, આચારસંહિતાને કારણે ગોગામેડી અને તેમના સુરક્ષાકર્મીઓના હથિયાર જમા કરી દેવામાં આવ્યા છે. આ કારણોસર ઘટના દરમિયાન વિરોધ થવાની શક્યતા નહોતી. ગોગામેડીની લાપરવાહી બાબતે પણ ખુલાસો થયો છે.
પોલીસે આપેલ જાણકારી અનુસાર જ્યારે પણ ઘરમાં બહારની વ્યક્તિ સાથે મુલાકાત કરતા હતા ત્યારે હંમેશા હાઈ સિક્યોરિટી રૂમમાં મીટિંગ થતી હતી. જે દિવસે ગોગામેડીની હત્યા કરવામાં આવી ત્યારે બહારના રૂમમાં મુલાકાત કરી હતી. આટલી નાની લાપરવાહીને કારણે ગોગામેડીએ જીવ ગુમાવવો પડ્યો. પોલીસે બદમાશો સાથે પૂછપરછ કર્યા પછી આ ખુલાસો થયો છે. આરોપીઓએ પોલીસને જણાવ્યું કે, ઘટનાને અંજામ આપવા માટે યોગ્ય સમયની ખૂબ જ રાહ જોઈ હતી.
ADVERTISEMENT
આરોપીઓએ ખુલાસો કર્યો કે, ઘટનાને અંજામ આપવા માટે તારીખ અને સમયનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું, જ્યારે સુરક્ષાકર્મીના હથિયાર જમા તઈ ગયા હશે. પોલીસ ઓફિસર પણ નવી સરકારના ગઠનમાં વ્યસ્ત હોય. ગોગામેડી ઘરથી બહાર નીકળી રહ્યા હોય તે સમયે મુલાકાત કરવી. ઘટનાને અંજામ આપ્યો તે સમયે ગોગામેડી પાસે માત્ર 2 જ ગાર્ડ હતા અને ઘરેથી બહાર જઈ રહ્યા હતા.
ગોગામેડી હંમેશા ઘરે હાઈસિક્યોરિટી રૂમમાં જ લોકો સાથે મુલાકાત કરતા હતા. આ હાઈસિક્યોરિટી મીટિંગ રૂમમાં અનેક હાઈ રિઝોલ્યુશનવાળા CCTV કેમેરા લાગ્યા હતા. આ રૂમમાં ગોગામેડીની મરજી વગર કોઈપણ આવી શકતું નથી અને નીતિન શેખાવતનો પરિચિત વ્યક્તિ હતો. આ કારણોસર ઘરની બહાર બેઠકરૂમમાં જ હત્યાના આરોપી સાથે મુલાકાત કરી. જ્યાં ગોગામેડીને ગોળી મારવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.