બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Sukhdev Singh Gogamedi Murder: Another revelation on Gogamedi murder, route map of killers revealed

જયપુર / મર્ડર બાદ ગોગામેડીના હત્યારાઓએ ચકિત થઈ જવાય તેવું કામ કર્યું હતું, છેક અહીં કેવી રીતે પહોંચ્યાં?

Hiralal

Last Updated: 03:26 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મર્ડર બાદ ગોગામેડીના હત્યારાઓ અલગ અલગ વાહનોમાં 8 કલાકની મુસાફરી કરીને ઘણે દૂર નીકળી ગયા હતા.

  • ગોગામેડીના હત્યારા રોહિત અને નીતિનનો રુટ મેપ સામે આવ્યો
  • હત્યા બાદ બન્ને આ રુટ દ્વારા ભાગી નીકળ્યાં હતા 
  • સ્કૂટી, ખાનગી બસ, ટેક્સી કાર અને પછી ખાનગી બસમાં 8 કલાકની મુસાફરી કરી 

રાજપુત સમુદાયના નેતા સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરનાર બે હત્યારા ચોથા દિવસે પણ પોલીસ પકડથી દૂર છે. રોહિત રાઠોડ અને નીતિન ફૌજી નામના આ બે હત્યારા આખરે ક્યાં છુપાયા છે કે પકડાતા નથી. હત્યા બાદ જયપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં નાકાબંધીનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. હવે રોહિત અને નીતિન હત્યા બાદ કેવી રીતે અને ક્યાંથી ભાગ્યાં હતા તેનો રુટ મેપ સામે આવ્યો છે. બન્ને હુમલાખોરો 5 ડિસેમ્બર મંગળવારના રોજ બપોરે 1.30 વાગ્યે સરળતાથી ભાગી ગયા હતા. આ પછી જયપુર પોલીસ કે અન્ય જિલ્લાની પોલીસ તેને પકડી શકી નથી. 

રોહિત અને નીતિન કેવી રીતે ભાગ્યા
મંગળવાર, 5 ડિસેમ્બર, બપોરે 1:21 વાગ્યે, રોહિત અને નીતિને ગોગામેડી તથા નવીનની હત્યા કરી હતી. હત્યા બાદ તરત જ બન્ને ફાયરિંગ કરતાં કરતાં ગોગામેડીના ઘરની બહાર નીકળી ગયા હતા અને દોડતી વખતે કાર લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરોના હાથમાં પિસ્તોલ જોઈને કાર ચાલક નાસી છૂટ્યો હતો. દરમિયાન હેમરાજ નામનો વ્યક્તિ સ્કૂટર લઈને શ્યામ નગર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રાહુલ અને નીતિને હેમરાજ પર ફાયરિંગ કરીને સ્કૂટર આંચકી લીધું હતું. જ્યારે હેમરાજ ઘાયલ થયો અને રસ્તા પર પડ્યો, ત્યારે રાહુલ અને નીતિન સ્કૂટી લઈને શ્યામ નગરથી DCM (અજમેર રોડ) પહોંચ્યા. સ્કૂટી ત્યાં જ છોડી અને ઓટો ભાડે કરીને હીરાપુરા ઈન્ટરસેક્શન (200 ફૂટ બાયપાસ) પર પહોંચ્યા. ત્યારબાદ રોડવેઝ બસ અથવા ઓટો દ્વારા હીરાપુરા ચારરસ્તા પર પહોંચ્યા બાદ હુમલાખોરો રોહિત અને નીતિન બંને ખાનગી બસમાં બેઠા હતા. આ બસમાં મુસાફરી કરતા બંને ડિડવાના પહોંચ્યા. બસમાં મુસાફરી કરતી વખતે તેણે એક મુસાફરના મોબાઈલ ફોન પરથી તેના સાથીદારને ફોન કર્યો. સાથીએ ડિડવાનામાં ટેક્સી કાર ભાડે લીધી. બંને હુમલાખોરો ડીડવાના પહોંચ્યા બાદ કારમાં સુજાનગઢ જવા રવાના થયા હતા. કારમાં સુજાનગઢ પહોંચ્યો - બસમાં મુસાફરી કરતી વખતે ડીડવાના પહોંચ્યા ત્યાં સુધી કોઈને ખબર પણ પડી નહોતી કે આ બન્ને કુખ્યાત ગુનેગારો રાજપુત સમાજના મોટા નેતાની હત્યા કરીને આવ્યાં છે અને તેઓ સામાન્ય મુસાફરોની જેમ જ બસમાં બેઠા હતા. તેઓ ડીડવાનાથી ભાડાની ટેક્સી કરીને રાતે 9 વાગ્યે ચુરુના સુજાનગઢ પહોંચ્યાં હતા, થોડો સમય મિત્રો સાથે ત્યાં રહ્યાં બાદ તેઓ હરિયાણા અને દિલ્હી જતી બસમાં બેસી ગયા હતા. 

બપોરે 2થી રાતના 10 સુધી મુસાફરી કરતા રહ્યાં 
નાકાબંધીના દાવાની વચ્ચે બપોરે 2 વાગ્યાથી 10 વાગ્યા સુધી બંને હુમલાખોરો સ્કૂટી, ખાનગી બસ, ટેક્સી કાર અને પછી ખાનગી બસમાં મુસાફરી કરતા રહ્યા. પોલીસ હુમલાખોરોને પકડી શકી નથી. પોલીસની ટીમો હવે હરિયાણા અને દિલ્હીમાં શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડી રહી છે. પોલીસે બંને હુમલાખોરોના પરિવારજનો, સંબંધીઓ અને પરિચિતો સહિત 400થી વધુ લોકોની પૂછપરછ કરી છે. તેના આધારે પોલીસ આગળ વધી રહી છે.

ગોગામેડીને 9 અને નવીનને 7 ગોળી વાગી હતી
પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે કે ગોગામેડીને 9 અને નવીન સિંહ શેખાવતને 7 ગોળીઓ વાગી હતી. આ નવીન જ બન્ને હુમલાખોરોએ લઈને ગોગામેડીના ઘેર આવ્યો હતો. બન્નેએ સુખદેવની સાથે તેને પણ ઠાર કર્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Gogamedi murder Gogamedi murder news Sukhdev Singh Gogamedi murder jaipur gogamedi murder ગોગામેડી મર્ડર સુખદેવસિંહ ગોગામેડી મર્ડર Sukhdev Singh Gogamedi murder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ