બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / સરકારની આ 4 યોજનાથી મહિલાઓ આર્થિક રીતે થશે મજબૂત, જાણી લો ફાયદા અને લાભ
Last Updated: 12:49 PM, 4 September 2024
સરકારે ઘણી એક સ્કીમ શરૂ કરી છે જે મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. સરકાર આ યોજનાઓ હેઠળ અલગ અલગ લાભ આપે છે. આ યોજનાઓમાં મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટથી સુભદ્રા યોજનાનો પણ સમાવેશ થાય છે. આવો જાણીએ તેમાં શું લાભ મળશે?
ADVERTISEMENT
માઝી લાડકી બહીણ યોજના
ADVERTISEMENT
આ યોજના મહારાષ્ટ્ર સરકારની તરફથી મહિલાઓને સશક્ત બનાવવા માટે આ વર્ષે ઓગસ્ટમાં શરૂ કરવામાં આવી છે. માઝી લાડકી બહીણ યોજનામાં એપ્લાય કરવાની છેલ્લી તારીખ નવેમ્બર 2024 સુધી વધારવામાં આવી છે. આ યોજના હેઠળ 21થી 65 વર્ષની કોઈ પણ મહારાષ્ટ્રની મહિલા એપ્લાય કરી શકે છે.
મહારાષ્ટ્ર સરકારની તરફથી રજૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ કોઈ પણ અરજદારની ફેમિલી ઈનકમ 2.5 લાખ રૂપિયા વાર્ષિકથી વધારે ન હોવી જોઈએ. આ યોજના હેઠળ સરકાર દર મહિને મહિલાઓના એકાઉન્ટમાં 1500 રૂપિયા મોકલશે.
સુભદ્રા યોજના
ઓડિશા સરકારે સુભદ્રા યોજના હેઠળ ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. આ યોજનાને જલ્દી રજૂ કરવામાં આવશે. યોજનાની ગાઈડલાઈન હેઠળ દર લાભાર્થીને આ યોજના હેઠળ 2 સમાન હપ્તામાં 10 હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. પાંચ વર્ષ બાદ દરેક લાભાર્થી મહિલાને 50 હજાર રૂપિયા મળશે. આ લોકોને સુભદ્રા ડેબિટ કાર્ડ પણ આપવામાં આવશે. આ પૈસા તેના એકાઉન્ટમાં ડાયરેક્ટ મોકલવામાં આવશે. 21થી 60 વર્ષની કોઈ પણ મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે.
જો કોઈ મહિલા કોઈ અન્ય સરકારી યોજના હેઠળ 1500 રૂપિયા કે તેનાથી વધારે મંથલી કે 18000 રૂપિયા પ્રતિ વર્ષ લાભ મેળવે છે તો પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. આ યોજના હેઠળ દરેક ગ્રામ પંચાયત કે શહેરથી 100 સૌથી વધારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનાર મહિલાને 500 રૂપિયાનું એક્સ્ટ્રા ઈન્સેન્ટિવ આપવામાં આવશે.
મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ
આ યોજના વર્ષ 2023માં શરૂ કરવામાં આવી હતી. જે નાની બચત યોજના હેઠળ સંચાલિત છે. આ યોજના હેઠળ ઓછા રોકાણ પર મહિલાઓને વધારે વ્યાજ આપવામાં આવે છે. આ ફક્ત 2 વર્ષની યોજના છે. જેના હેઠળ 7.5 ટકાનું વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે અને વધારેમાં વધારે 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. તેના હેઠળ દેશની કોઈ પણ મહિલા રોકાણ કરી શકે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના યુવતીઓના ભવિષ્યને વધારે સારૂ બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 8.2% વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. સાથે જ ઈનકમ ટેક્સની કલમ 80સી હેઠળ ટેક્સ છૂટનો પણ લાભ આપવામાં આવી શકે છે.
વધુ વાંચો: આગામી સપ્તાહમાં ટેસ્ટ સિરીઝ માટે થઇ શકે છે ભારતીય ટીમનું એલાન, આ રહ્યું મૂળ કારણ
તેમાં 10 વર્ષથી ઓછી ઉંમરની કોઈ પણ કિશોરી લાભ લઈ શકે છે. એકાઉન્ટ હોલ્ડર્સ તેમાં ઓછામાં ઓછા 250 રૂપિયાથી વધારેમાં વધારે 1,50,000 રૂપિયા રોકાણ કરી શકે છે. સુકન્યા યોજનામાં 14 વર્ષ સુધી ડિપોઝિટ કરી શકાય છે. પરંતુ મેચ્યોરિટી દિકરીના 21 વર્ષ પુરા થયા બાદ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.