બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કરાયો મોટો ફેરફાર, ફટાફટ જાણી લેજો નહીંતર બંધ થઇ જશે એકાઉન્ટ
Last Updated: 08:44 AM, 5 September 2024
દીકરીના સારા ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) શ્રેષ્ઠ યોજનાઓમાંની એક છે અને આ યોજના હેઠળ દીકરી માટે લાંબા ગાળાનું રોકાણ કરવામાં આવે છે, જેનો લાભ દીકરીના ઉચ્ચ શિક્ષણ અથવા લગ્નમાં લઈ શકાય છે. આ સ્કીમમાં રોકાણ કરીને દીકરીની જરૂરિયાતો માટે મોટું ફંડ બનાવી શકાય છે. એવામાં હવે સરકારે આ યોજનાને લગતા નિયમોમાં ફેરફાર કર્યો છે.
ADVERTISEMENT
આ નિયમ એવા SSY ખાતાઓ માટે છે જે નેશનલ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ (NSS) હેઠળ ખોલવામાં આવે છે. નવા નિયમો અનુસાર, જો આવી વ્યક્તિએ બાળકીના નામે SSYમાં ખાતું ખોલાવ્યું હોય, જે બાળકીના કાયદેસર વાલી અથવા કુદરતી માતા-પિતા નથી, તો તેણે એકાઉન્ટ માતાપિતાને અથવા બાળકીના કાનૂની વાલીને ટ્રાન્સફર કરવું પડશે, જો આમ ન કરવામાં આવે તો ખાતું બંધ પણ કરી શકાય છે. આ નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થશે.
ADVERTISEMENT
આ ફેરફારનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે માત્ર દીકરીઓના કાનૂની વાલી જ આ યોજનાનો લાભ મેળવી શકે. ખાસ કરીને આ નિયમ બાળકીના દાદા-દાદી અથવા નાના-નાની માટે છે જેમને પૌત્રીઓ માટે ખાતું ખોલાવ્યું હોય, પરંતુ નવા નિયમો અનુસાર હવે આવા એકાઉન્ટને લીગલ ગાર્ડિયન અથવા નેચરલ પેરેન્ટના નામે ટ્રાન્સફર કરવાનું ફરજિયાત રહેશે.
જો એક પરિવારમાં બેથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે, તો નવા નિયમો અનુસાર, વધારાના ખાતા બંધ કરવામાં આવશે. આ પગલાનો હેતુ યોજનાની માર્ગદર્શિકાનું કડક પાલન સુનિશ્ચિત કરવાનો છે.
આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન હેઠળ શરૂ કરી હતી. સુકન્યા સમૃદ્ધિ યોજના 21 વર્ષે મેચ્યોર થાય છે. શરૂઆતના 15 વર્ષ સુધી જ પૈસા જમા કરવા પડે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓનું ખાતુ તેમના માતા પિતાના નામ પર ખુલે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.