Suicide of a farmer in Gadhad village in Muli taluka of Surendranagar
તાત હાર્યો હિમ્મત /
ગુજરાતમાં વધુ એક ખેડૂતનો આપઘાત, સુરેન્દ્રનગરના ગઢાદ ગામે આર્થિક ભીંસમાં ખેડૂતે ટૂંકાવ્યું જીવન
Team VTV11:32 PM, 18 Aug 21
| Updated: 04:32 PM, 20 Aug 21
સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ગઢાદ ગામે ગળેફાંસો લગાવી ખેડૂતનો આપઘાત, આર્થિક સંકળામણના કારણે ગુમાનસિંહ નામના ખેડૂતે આપઘાત કર્યો હોવાની માહિતી
મુળી તાલુકાના ગઢાદ ગામે ખેડૂતનો આપઘાત
ગળે ફાંસો લગાવીને ગુમાનસિંહ નામના ખેડૂતનો આપઘાત
આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યાનું તારણ
સુરેન્દ્રનગર મુળી તાલુકાના ગઢાદ ગામે વરસાદ ખેંચાતા ખેડૂતે આપઘાત કર્યો છે. ગળેફાંસો લગાવીને ગુમાનસિંહ નામના ખેડૂતે આપઘાત કરી લીધો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યાનું તારણ છે. તો સાથે વરસાદ ખેંચાતા હિંમત હારીને આખરે પગલું ભર્યું છે.
તો મે મહિનામાં પણ મોરબીમાં ખેડૂતો આપઘાત કરતા ચકચાર મચી હતી. મોરબીના અજીતગઢ ગામના ખેડૂતે આપઘાત કર્યો હતો. ખેડૂતે 3 પાનાની સ્યુસાઇડ નોટ લખી અને કેનાલમાં ઝંપલાવ્યું હતું. આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાનું સામે આવ્યું હતું. ખેડૂતે સ્યુસાઇડ નોટમાં દવાખાને જવાના પૈસા ન હોવાનો અને ખેતી માટે પૈસા ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
હળવદ તાલુકાના અજીતગઢ ગામે એક ખેડૂતે પોતાની સ્થિતિથી કંટાળીને આપઘાત તો કરી લીધો હતો. પરંતુ તેના શબ્દો સરકાર અને તંત્રને ઘણું બધુ કહી જાય છે. રમેશ લોરિયા નામના 40 વર્ષીય ખેડૂતે આર્થિક ભીંસમાં નર્મદા કેનાલમાં ઝંપલાવીને જિંદગીનો અંત લાવ્યો હતો. પરંતુ તેની પહેલા તેની સ્યૂસાઈડ નોટના એક એક શબ્દ સમગ્ર સમાજને દોષ આપી રહ્યા હતા.
સ્યૂસાઈડ નોટમાં શું લખ્યું છે...
હળવદના અજીતગઢ ગામના એક ખેડૂતે ત્રણ પાનાની સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, હવે ખેતી કરવાના અને દવા લેવાના રૂપિયા પણ નથી. ખાવાના પણ ફાંફાં છે. અને પોતાના સંતાનોની લાજ રાખવા ઈશ્વરને પ્રાર્થના કરી છે. મૃતક ખેડૂતને બે પુત્રી અને એક પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું. પોતાની છેલ્લી ચીઠ્ઠીમાં લખ્યું કે, મારી મોત પાછળ કોઈ જવાબદાર ન હોવાનું પણ ઉલ્લેખ કર્યો હતો.