બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Suicide note was also found by this TV actress suicide

ટેલિવિઝન / ટીવીની આ અભિનેત્રીએ કર્યો આપઘાત, સ્યુસાઈડ નોટ પણ મળી આવી

Intern

Last Updated: 01:22 PM, 25 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી ઇન્ડસ્ટ્રીની ચર્ચિત અભિનેત્રી સેજલ શર્માએ મુંબઈ સ્થિત મીરા રોડ પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. જો કે તેમના ઘરમાંથી એક સ્યુસાઈડ નોટ પણ મળી હતી. પોલીસના સુત્રો પ્રમાણે અભિનેત્રી પોતાના અંગત જીવનને લઈને હેરાન હતી. જેમના કારણે તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી અને આત્મહત્યા કરી છે.

  • ટીવી એક્ટ્રેસ સેજલ શર્માએ આત્મહત્યા કરી
  • અભિનેત્રીએ આમિર ખાન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે
  • સેજલને ટીવી સીરિયલ 'દિલ તો હેપ્પી હૈ' થી ખાસ્સી લોકપ્રિયતા મળી હતી

સેજલ મૂળ રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી હતી. પરંતુ અભિનયમાં પોતાનું કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી. સ્ટાર પ્લસની સીરિયલ 'દિલ તો હેપ્પી હૈ' થી ખાસ્સી એવી લોકપ્રિયતા મેળવી હતી. તેમણે ટીવીની દુનિયામાં ડેબ્યુ કર્યું તે પહેલા સેજલે ઘણી એડ ફિલ્મોમાં કામ કર્યું છે.  સેજલે આમિર ખાન સાથે VIVO ફોન માટે પણ એડમાં કામ કર્યું હતું. 

પોલીસે જણાવ્યું કે સેજલના ઘરમાંથી એક સ્યુસાઈડ નોટ મળી છે. જેમાં આત્મહત્યાનું કોઈ ખાસ કારણ બતાવ્યું નથી. પોલીસે અંદાજ લગાવ્યો છે કે મનોરંજન જગતના ગ્લેમરમાં ફસાયા બાદ ડીપ્રેશનમાં ચાલી રહી હોવાથી આત્મહત્યા કરી છે તેવું અનુમાન લગાવી રહ્યાં છે. મીડિયાના સુત્રો પ્રમાણે આજે સવારે જ આત્મહત્યા કરી છે. 

જ્યારે સેજલના ખાસ મિત્ર અને એક્ટર નિર્ભય શુક્લાએ સ્પોટબોય વેબસાઈટને ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે 'તે તેમના પિતાના ખરાબ સ્વાસ્થ્યને લઈને ખુબ ચિંતત હતી. મેં તેમને 15 નવેમ્બરે મેસેજ કરીને મળવાનું કહ્યું હતું પરંતુ તેમણે કહ્યું હું ઉદયપુર જઉં છું. મેં તેમને કારણ પૂછ્યું તો તેમણે જણાવ્યું કે મારા પિતાને હાર્ટ એટેક આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે સેજલના પિતાની તબિયત ઘણા સમયથી સારી નથી.  

સંકળાયેલા મુદ્દાઓ

Dil To Happy Hai Sejal Sharma Tellywood ટેલિવૂડ દિલ તો હેપ્પી હૈ સેજલ શર્મા television
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ