બ્રેકિંગ ન્યુઝ
VTV / suicide-in-delhi
Premal
Last Updated: 12:59 PM, 22 May 2022
ADVERTISEMENT
મહિલા અને તેની બે પુત્રીઓનું થયુ મોત
આશંકા છે કે તેમનો ઈરાદો રૂમને આગ લગાડવાનો હતો. પરંતુ આશંકા છે કે તેની પહેલા ગુંગળામણના કારણે તેનુ મોત થયુ હતુ. ઘટનાસ્થળેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી છે, જેમાં મોતના કારણનો ખુલાસો કરવામાં આવ્યો છે. જો કે, પોલીસ અત્યારે તેનો ખુલાસો કરી શકવામાં અસમર્થ રહી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગયા વર્ષે કોરોના મહામારી દરમ્યાન મહિલાના પતિનુ મોત થયુ હતુ. ત્યારબાદ મહિલાની તબિયત ખૂબ ખરાબ રહી હતી. મહિલા મોટાભાગે પલંગ પર રહેતી હતી. જેના કારણે તેની સાથે-સાથે તેની બે પુત્રીઓ પણ ડિપ્રેશનમાં રહેતી હતી. મૃતકોની ઓળખ મંજૂ અને તેની બે પુત્રીઓ અંશિકા અને અંકુના રૂપમાં થઇ છે.
ADVERTISEMENT
પોલીસ અધિકારીઓને મળી હતી સુચના
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે રાત્રે 8.55 વાગ્યે સુચના મળી કે વસંત એપાર્ટમેન્ટના હાઉસ નંબર 207માં રહેતા લોકો દરવાજા ખોલતા નથી. સુચના મળતા જ સ્ટેશન પ્રભારી સહિત અન્ય પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસકર્મીઓએ જોયુ કે દરવાજા અને બારી ચોતરફથી બંધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.