બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Suggestion to the government of youth in case of vaccination

સંક્રમણમાં સમસ્યા / વૅક્સિન તો લેવી છે પણ લઈએ કેવી રીતે? સરકાર સાંભળે તો સારું, યુવાનો આપી રહ્યાં છે સૂચનો

Shyam

Last Updated: 05:46 PM, 10 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયલની જેમ માસ્ક ફ્રી દેશ થવું હશે તો માસ્ક-વેક્સિનેશન જરૂરી છે, પરંતુ ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં અમદાવાદના યુવાનોને પડી રહી છે તકલીફ

  • કોરોના વાઇરસથી બચવા વેક્સીન એક માત્ર સમાધાન
  • યુવાનોએ વેક્સીન લેવા કરવું પડે છે રજીસ્ટ્રેશન
  • રજીસ્ટ્રેશન કરવામાં પડી રહી છે સમસ્યા

૧ મેથી 18થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિન આપવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં આ ઉંમરના લોકોને વેક્સિન લેવા કુલ 80 જેટલા સેન્ટરો નક્કી કરાયા છે. વેક્સિનનો ડોઝ મર્યાદિત હોવાથી પ્રત્યેક સેન્ટર પર 100થી વધુ લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું નથી. રજિસ્ટ્રેશન કરવા કોવિન પોર્ટલની વિન્ડો સાંજે 6થી 11 દરમિયાન ખુલ્લે છે. જેમાં માત્ર બે મિનિટમાં જ 8 હજાર રજિસ્ટ્રેશન પૂરા થઈ જાય છે.

રસી ખૂટી પડતાં લોકો રોજેરોજ હોબાળો મચાવી રહ્યા છે. હજારો લોકોની ફરિયાદ છે કે, કોવિન પોર્ટલ વિઝિટ કરે ત્યારે બુકનું સ્ટેટસ જોવા મળી જાય છે. જેના કારણે નવા રજિસ્ટ્રેશનમાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. કોરોના વાઇરસથી બચવા વેક્સીન એક માત્ર સમાધાન છે. યુવાનોએ વેક્સીન લેવા રજીસ્ટ્રેશન કરવું પડે છે. આમ છતાં રજીસ્ટ્રેશન કરવામાં સમસ્યા પડી રહી છે. 

  • ઓનલાઇન રજીસ્ટ્રેશન સાથે ઓફલાઈન પ્રક્રિયા કરવા ઉઠી માંગ
  • ગ્રામ્ય વિસ્તારમાં આ રીતે વેક્સિનેશન નથી શક્ય
  • ઇઝરાયલની જેમ માસ્ક ફ્રી દેશ થવું હશે તો માસ્ક વેક્સિનેશન જરૂરી

રસીકરણ માટે ઓફલાઈન પ્રક્રિયાની માગણી ઉઠી

ઓનલાઇન રજીસ્ટ્રેશન સાથે ઓફલાઈન પ્રક્રિયા કરવા માંગ ઉઠી છે. ગ્રામ્ય વિસ્તારમાં આ રીતે વેક્સિનેશન શક્ય નથી. ઇઝરાયલની જેમ માસ્ક ફ્રી દેશ થવું હશે તો માસ્ક વેક્સિનેશન જરૂરી છે. તેમ છતાં 18થી 44 ઉંમરના લોકોએ વેક્સિન લેવા ફરજિયાત કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડી રહ્યું છે. અમદાવાદમાં આ ઉંમરના આશરે ત્રીસ લાખ લોકો રહેલા છે. જેની સામે કોવિન પોર્ટલ પર આઠ હજારથી વધુ રજિસ્ટ્રેશન થઈ રહ્યા નથી.

આ આધારે લાખો લોકો કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા મોડી રાત સુધી મથામણ કરે છે. એક તરફ સરકારે લોકોને વેક્સિન લેવા જાગૃત કર્યા છે અને બીજી તરફ વેક્સિનનો સ્ટોક મર્યાદીત કરાયો છે. કોવિન સોફ્ટવેરમાં જે લોકોનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે તેમને ટાઈમ સ્લોટ આપવામાં આવતો નથી તેના કારણે 18થી 44 વયજૂથના લોકોએ સેન્ટર ઉપર કેટલા વાગ્યે જવું તેની સ્પષ્ટતા પણ કરવામાં આવી રહી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Vaccination Vaccination Center Vtv Exclusive ahmedabad અમદાવાદ રસીકરણ vaccination
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ