વિરોધ / દક્ષિણ ગુજરાતના શેરડી કાપણીના કામદારો આવતીકાલથી હડતાળ પર ઉતરશે

આવતીકાલથી દક્ષિણ ગુજરાતના શેરડી કાપણીના કામદારો હડતાળ પર ઉતરશે. ફેક્ટરીમાં કામ કરતાં કટિંગ લોડિંગના કામદારો નારાજ થયા છે. અને મજૂરીમાં વધારા તેમજ કામના સ્થળે રહેવા સહિતના માગણી સાથે પ્રદર્શન કરશે. રહેવાના સ્થળે વીજળી, પાણી, અને સૌચાલયની વ્યવસ્થા કરવાની પણ શ્રમિકોની માગ છે. આ ઉપરાંત સામાજિક સુરક્ષાના લાભ આપવા પણ શ્રમિકોએ માગણી કરી છે. તો ગુજરાત સરકાર શ્રમિકો માટે મથાડી કાયદો બનાવે તેવી પણ શ્રમિકોની માગ છે. બીજી તરફ શ્રમિકોના હડતાળ પર ઉતરવાથી ફેક્ટરીનું કામ અટવાશે..

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ