બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વધુ ખાંડ ખાવાથી ડાયાબિટીસની સાથે ડિપ્રેશનનું પણ જોખમ, નવા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Last Updated: 01:56 AM, 16 October 2024
આજના સમયમાં સુગર એક મોટી સમસ્યા બની ગઈ છે. તમને ખ્યાલ જ હશે કે સામાન્ય રીતે એવું કહેવાય છે કે જો તમારે સારું સ્વાસ્થ્ય જાળવવું હોય તો તમારે ખાંડ ઓછી ખાવી જોઈએ. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે વધુ પડતી ખાંડ ખાવાથી ડાયાબિટીસનું જોખમ વધે છે. તાજેતરના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે વધુ પડતી ખાંડ ખાવા અને ડિપ્રેશન વચ્ચે ઊંડો સંબંધ છે.
ADVERTISEMENT
સુગર માત્ર ચયાપચયને નબળું પાડતું નથી પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકે છે. એક રિસર્ચ ટીમ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે કે જે લોકો વધુ મીઠાઈઓ ખાય છે તેઓ ડિપ્રેશનના વધતા સ્તર જેવા ગંભીર રોગોથી પીડાય છે. વધુ પડતી ખાંડનું સેવન ડિપ્રેશનનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં મીઠાઈઓનું ઓછું સેવન કરવું જરૂરી બની જાય છે.
ADVERTISEMENT
આ અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો વધુ મીઠાઈઓ ખાય છે તેઓ ડાયાબિટીસ, ડિપ્રેશન, સ્ટ્રોક વગેરે જેવા જોખમોનો શિકાર બને છે. અભ્યાસ દરમિયાન લોકોને ત્રણ ગૃપમાં વહેંચવામાં આવ્યા હતા. એક એવા કે જે શાકભાજી અને માંસ બંને ખાય છે. બીજા એવા કે જે શાકભાજી અને ફળો ખાય છે અને ત્રીજા એવા કે જે લોકો મીઠાઈ વધારે પસંદ કરે છે. અભ્યાસમાં ત્રણેય ગૃપોને તેમની પસંદગીનો ખોરાક આપવામાં આવ્યો હતો. હવે સામે એવું આવ્યું કે વધુ મીઠાઈઓ પસંદ કરતા હતા તેઓ વધુ ડિપ્રેશનનો શિકાર બન્યા હતા.
ADVERTISEMENT
આ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે બાકીના ગૃપ કરતાં વધુ મીઠાઈઓ ખાધી છે તેનો મેટાબોલિક દર વધુ ખરાબ હતો. આ સાથે આ ગૃપના લોકો શરીરમાં બ્લડ શુગર લેવલમાં વધારો, શરીરમાં સોજો, પાચન સંબંધી સમસ્યાઓ તેમજ માનસિક સમસ્યાઓથી પીડાતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : હૃદય રોગ અને કેન્સરનો નહીં રહે ખતરો! કાબુલી ચણા ખાવાના અઢળક સ્વાસ્થ્ય ફાયદા
આ લોકોમાં મેટાબોલિક સમસ્યાઓની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ પણ જોવા મળી હતી, અભ્યાસ બાદ જાણવા મળ્યું હતું કે જે લોકો વધુ મીઠાઈઓ ખાય છે તેઓમાં ડિપ્રેશનનો ખતરો જૂથના બાકીના લોકો કરતા 31 ટકા વધારે હતો. વધુ પડતી મીઠાઈઓ ખાવાની તુલનામાં શાકભાજી અને ફળોનું સેવન કરવાથી મેટાબોલિક રેટ તેમજ માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.