બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Suffering from cancer, diabetes, thyroid disease, Vatsalabe defeated Corona with strong morale.
Last Updated: 11:50 AM, 12 May 2021
ADVERTISEMENT
કહેવાય છે ને મક્કમ મનના માનવીને હિમાલય પણ નથી નડતો..વત્સલાબેન પણ મન મક્કમ રાખી કોરોનાને માત આપી ઘરે પાછા ફર્યા છે, કોરોના થયો છે એવું સાંભળતા કેટલાક લોકોના હોશ ઉડી જતા હોય છે પરંતુ જે લોકોં મક્કમ હોય છે કે કોરોના તેઓનું કાઈ બગાડી શકે નહી એ લોકો સંપૂર્ણ સ્વસ્થ્ય થઈ પાછા ફરતા હોય છે એવું જ બન્યું છે વડોદરામાં ન્યુ VIP વિસ્તારમાં રહેતા 77 વર્ષના વત્સલાબેન વસાવા સાથે, તેઓ કેન્સર, ડાયાબીટીસ અને થાઈરોઈડની બિમારીથી પીડાતા હોવા છતા તેઓએ કોરોનાને માત આપી કોરોનો પર વિજય મેળવ્યો છે.
મન મક્કમ રાખી કોરોનાને હરાવ્યો
નિષ્ણાંતો એવું માને છે કે જે લોકો ગંભીર બિમારીથી પીડાતા હોય તે લોકો માટે કોરોના સંકટ સમાન બનતો હોય છે, એવામાં પણ જો ડાયાબિટીસ,કેન્સર, થાઈરૉઈડ હોય તો કોરોના વધુ ઘાતક બને છે પરતું આ ત્રણ બિમારીઓ એકસાથે વત્સલાબેનને હોવા છતા તેઓએ કોરોનાને હરાવ્યો છે. વત્સલાબેનને 12 એપ્રિલે જ્યારે ખબર પડી કે તે કોરોનાથી સંક્રમિત થયા છે અને કોરોનાના લક્ષણો ધરાવે છે ત્યારે અંદરથી મનોબળ ટૂટી ગયું હતું કારણ કે તેમને ખબર હતી કે તેઓ ગંભીર બિમારીથી પીડાય છે અને તેના સામે ઝઝુમી રહ્યા છે, પરતું ગોત્રી હોસ્પિટલામાં દાખલ થતાની સાથે જ તેમણે મક્કમ મને નક્કી કર્યું કે મારે કોરોના પર વિજય મેળવવો છે કોરોનાને માત આપવી છે, મારે જીવન જીવવું છે, તે પછી હોસ્પિટલમાં સારવારનો દોર શરૂ થયો અને હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર બાદ તેઓ 14 દિવસે ઘરે પરત ફર્યા.
ADVERTISEMENT
વત્સલાબેને કોરોનાને હંફાવ્યો
વત્સલાબેન કોરોના સંક્રમણમાંથી સંપૂર્ણ મુક્ત થયા બાદ તેઓ જણાવે છે કે કોરોનામાં મન મક્કમ અને મનોબળ મજબૂત રાખવું ખૂબ જરૂરી છે, વત્સલાબેને ગોત્રી હોસ્પિટલના તમામ સ્ટાફનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આ સ્ટાફના કારણે જ નવું જીવન મળ્યું છે, કોરોના સંક્રમણથી છુટકારો અપાવવા આ હોસ્પિટલના સ્ટાફે ખૂબ જ મહેનત છે અને મારી કાળજી રાખી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
પહેલા જ વરસાદે તારાજી / કારમાં સવાર 6 લોકો ગુમ, તો બીજી તરફ મકાન ધરાશાયી, જોઇ લો બોટાદમાં મેઘરાજાનો કહેર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT