બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:45 AM, 18 July 2024
તમને ખ્યાલ જ હશે કે દરેક વ્યક્તિને તેના કર્મના આધાર જ ફળ મળે છે. જળવાયુ પરિવર્તનને કારણે સમગ્ર માનવ સમુદાયે ગંભીર પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. ધ્રુવીય પ્રદેશમાં બરફ પીગળવાની ગતિ ખૂબ જ ઝડપથી વધી છે. હવે તેની અસર પૃથ્વીના પરિભ્રમણ પર પણ જોવા મળી રહી છે. એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે પૃથ્વીની ગતિ ધીમી પડી રહી છે. આનાથી દિવસ અને રાત્રિના સમયગાળાને અસર થશે.
ADVERTISEMENT
ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિક પ્રદેશમાં બરફ પીગળવાની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે. તાપમાનમાં વધારાને કારણે આવું થઈ રહ્યું છે. પાણી વિષુવવૃત્ત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે પૃથ્વીના દળમાં વધારો નોંધવામાં આવ્યો છે. જેના કારણે પૃથ્વીની ગતિવિધિ પર અસર પડી છે. તાજેતરના અભ્યાસમાં આબોહવા પરિવર્તનની અસરો વિશે ચોંકાવનારા ખુલાસા થયા છે. નેચર જીઓસાયન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હવામાન પરિવર્તનના કારણે પૃથ્વીના પરિભ્રમણ અને ધરીમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી રહ્યા છે. ધ્રુવીય પ્રદેશમાં બરફ પીગળવાને કારણે આ સમસ્યા સર્જાઈ છે. પાણીનો પ્રવાહ માત્ર વિષુવવૃત્ત તરફ છે. તેથી પૃથ્વીનું દળ અસંતુલિત થઈ રહ્યું છે. પૃથ્વીની ધીમી ગતિ અને તેની ધરીમાં ફેરફારને કારણે દિવસ અને રાત્રિનો સમયગાળો બદલાઈ રહ્યો છે.
ADVERTISEMENT
અભ્યાસ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે પૃથ્વીની ધરીથી સામૂહિક દૂર જવાને કારણે પૃથ્વીની ગતિ ધીમી પડી રહી છે. ક્લાઈમેટ ચેન્જની અસર હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. તેની આડઅસર અનેક સ્વરૂપે દેખાવા લાગી છે. એક નવા અભ્યાસ મુજબ, પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર સ્થિત ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકા પ્રદેશોમાં બરફ ઝડપથી પીગળી રહ્યો છે. તેનું પાણી વિષુવવૃત્ત તરફ ખસી રહ્યું છે. આ કારણે પૃથ્વીનું દળ વધી રહ્યું છે અને પૃથ્વીના પરિભ્રમણની ગતિ ધીમી પડી રહી છે. પૃથ્વીની ગતિ ધીમી થવાને કારણે દિવસની લંબાઈ વધી રહી છે અને રાત ટૂંકી થઈ રહી છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
વધુ વાંચો : ઈન્ડીયન નેવીનું દિલધડક ઓપરેશન, દરિયામાં ડૂબતાં ટેન્કરમાંથી 8 ભારતીયોને બચાવાયાં
અભ્યાસ અહેવાલમાં સહયોગ આપનાર સુરેન્દ્ર અધિકારીએ જણાવ્યું હતું કે અભ્યાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ મુજબ જો આપણે આ દરે ગ્રીનહાઉસ વાયુઓ છોડવાનું ચાલુ રાખીશું. તો 21મી સદીના અંત સુધીમાં પૃથ્વી એટલી ગરમ થઈ જશે કે તેની અસર ચંદ્રના ખેંચાણ કરતાં પણ વધુ હશે. તેમણે કહ્યું કે 1900 થી, આબોહવા પરિવર્તનને કારણે, દિવસો 0.8 મિલિસેકન્ડ લાંબા થઈ ગયા છે અને જો ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન આ જ રીતે વધતું રહેશે, તો વર્ષ 2100 સુધીમાં, ફક્ત આબોહવા પરિવર્તનને કારણે દિવસો 2.2 મિલિસેકન્ડ લાંબા થવા લાગશે. .
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.