બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / અચાનક છત ધડામ દઇને નીચે પડી, જોયું તો વિશાળકાય અજગર, કરાયું રેસ્ક્યૂ, Video જોઇ તમે પણ ચોંકી જશો

વાયરલ / અચાનક છત ધડામ દઇને નીચે પડી, જોયું તો વિશાળકાય અજગર, કરાયું રેસ્ક્યૂ, Video જોઇ તમે પણ ચોંકી જશો

Last Updated: 02:25 PM, 7 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક પાંચ મીટર લાંબા અજગરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ અજગરે પોતાનું રહેઠાણ એક ઘરની છત પર બનાવ્યું હતું. જેને રેસ્ક્યુ ઓપરેશન કરીને જંગલમાં છોડવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રાણીઓના વીડિયો વાયરલ થતાં હોય છે. જેમાં અમુક વખત સાપ, દીપડા કે અજગર જેવા પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં આવી જતા હડકંપ પણ મચી જતો હોય છે. આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ઘરમાં એક પાંચ મીટર લાંબો અજગર ઘૂસી ગયો હતો.

આ વાયરલ વીડિયો મલેશિયાના કમ્પુંગ ડ્યૂના કામુનટિંગ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં એક જંગલી અજગરે એક પરિવારના ઘરની છતમાં પોતાનું ઘર બનાવ્યું હતુ. જેમાં તે ધીરે ધીરે 5.5 મીટર લાંબો અને 80 કિલોથી વધુ વજનદાર બની ગયો હતો. પરિવારને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેઓને છતમાં હલચલ જોવા મળી. જેથી ગભરાયેલા પરિવારજનોએ તરત જ સિવિલ ડિફેન્સ ટીમને જાણ કરી હતી.

PROMOTIONAL 4

આ ઘટનાની જાણ થતાં 22 નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યે સિવિલ ડિફેન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ટીમે છતમાં હોલ કર્યો ત્યારે તે અજગર નીચે સોફા પર પડ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે અજગરના શરીરનો અડધો ભાગ સોફા પર છે અને બાકીનો અડધો ભાગ જમીન પર છે.

વધુ વાંચો : રસ્તા વચ્ચે બાઈકનું આગળનું ટાયર ઊંચુ કરીને શખ્સે કર્યો સ્ટંટ, વીડિયો જોઈને તમે પણ ગભરાઈ જશો

આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સિવિલ ડિફેન્સની ટીમે આ વિશાળ અજગરને જીવતો પકડીને જંગલમાં છોડી દીધો હતો. અજગરની આ પ્રકારની ઘરમાં એન્ટ્રીથી પરિવારના સભ્યો ખૂબ જ ડરી ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jungle Python Malesia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ