બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / 'કોઈના પ્રાઈવેટ પાર્ટ્સ જોવામાં'...ન્યૂડ પાર્ટીમાં ગઈ શાહરુખની એક્ટ્રેસ, નજારો જોઈને ભાગી
Last Updated: 09:39 PM, 15 July 2024
અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિ યુરોપમાં વેકેશન માણી રહી છે. હાલમાં જ તેણે જર્મનીના બર્લિનમાં 'નેકેડ પાર્ટી'માં હાજરી આપી હતી. અભિનેત્રીએ આ પાર્ટી વિશે વાત કરી અને પોતાના ખરાબ અનુભવને શેર કર્યો હતો.
ADVERTISEMENT
નેરેડ પાર્ટીમાં એક્ટ્રેસની થઈ આવી હાલત
બોલિવૂડ હંગામા સાથે વાત કરતી વખતે તેણે કહ્યું કે તે ખૂબ જ ખરાબ અનુભવ હતો. તેણે કહ્યું, 'આ બધી વસ્તુઓ ત્યાં બહુ સામાન્ય છે. તેનો પોઈન્ટ છે બોડી પોઝિટિવિટીને પ્રમોટ કરવી. મેં વિચાર્યું કે ચલો એક્સિપિરયન્સ કરીએ. આ પાર્ટી એક બારમાં થઈ રહી હતી, જે એક મિત્રના મિત્રની હતી. હું ગેસ્ટ લિસ્ટમાં હતી. હું ત્યાં ગયો અને તરત જ ભાગી ગઈ કારણ કે હું ખૂબ જ દેશી છું. મને કોઈના પ્રાઈવેટ પાર્ટ જોવામાં કોઈ રસ નથી.એક્ટ્રેસે તે પાર્ટીમાં 20 મિનિટ વીતાવી હતી અને ત્યાંથી જતી રહી હતી.
ADVERTISEMENT
વધુ વાંચોઃ- 43 વર્ષની શ્વેતા તિવારીએ ફ્લોન્ટ કર્યા એબ્સ, જોઈ ફેન્સની આંખો થઈ ગઈ પહોળી
તેણે વધુમાં લખ્યું, હાલમાં બર્લિનમાં બોડી પોઝિટિવિટી અને નેકેડ પાર્ટી અટેન્ડ કરી હતી. મને એક કહેવત યાદ આવી ગઈ કે એટલા ખુલ્લા મન ના બનો કે તમારું મગજ ખરાબ થઈ જાય. હું હંમેશાથી દેશી છોકરી રહી છું. સ્નાન કરીને ગાયત્રી મંત્રનો જાપ કરવાની જરૂર છે. ઓહ માય ગોડ.' જો કે, એક્ટ્રેસે પોતાની દીકરીને પણ આ વિશે નથી જણાવ્યું. એક્ટ્રેસે જણાવ્યું કે તેની દીકરીને નથી ખબર કે તે આવી કોઈ પાર્ટમાં ગઈ હતી. વધુમાં લખ્યું કે, મારી દીકરીને આ વિશે જાણ થશે તો તે ખુશ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.