બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Such food increases the risk of premature death! Be careful if you are also consuming

હેલ્થ ટીપ્સ / અકાળે થતાં મૃત્યુનું જોખમ વધારે છે આવો ખોરાક! તમે પણ સેવન કરતાં હોય તો ચેતી જજો

Megha

Last Updated: 04:17 PM, 9 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક વર્ષોમાં રેડી ટુ ઈટ ફૂડનું ચલણ વધ્યું છે પણ બજારમાં ઉપલબ્ધ આવા પેકેજ્ડ ફૂડ હેલ્ધી નથી હોતા.આવા ફૂડ્સનું સેવન કરવાથી અકાળ મૃત્યુનું જોખમ 10 ટકા વધી જાય છે.

  • રેડી ટુ ઈટ ફૂડ્સ લોકોને ઘણી બીમારીઓનો શિકાર બનાવે છે
  • રેડી ટુ ઈટ ફૂડનું સેવન કરવાથી અકાળ મૃત્યુનું જોખમ 10 ટકા વધે છે 
  • શું હોય છે રેડી ટુ ઈટ ફૂડ્સ

આજના ભાગદોડભરી લાઈફસ્ટાઈલમાં રેડી ટુ ઈટ ફૂડ્સનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે. રેડી ટુ ઈટ ફૂડ્સમાં દાળ, કઠોળ, ભાત, શાકભાજી સહિત તમામ પ્રકારના નાસ્તા અને ભોજનનો સમાવેશ થાય છે. આવા રેડી ટુ ઈટ ખોરાકને માત્ર થોડા સમય માટે ઉકાળવા અથવા ગરમ કરવાની જરૂર હોય છે અને ખાવા માટે રેડી થઈ જાય છે. આ રેડી ટુ ઈટ ફૂડ્સ તમને ઘણી બીમારીઓનો શિકાર બનાવે છે અને જીવનના ઘણા વર્ષો છીનવી શકે છે. 

જણાવી દઈએ કે બ્રાઝિલમાં કરવામાં આવેલા એક સ્ટડીમાં એમ સામે આવ્યું છે કે રેડી ટુ ઈટ ફૂડ્સનું સેવન કરવાથી અકાળે થતાં મૃત્યુનું જોખમ 10 ટકા વધી જાય છે. આ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમે આ 5 રેડી ટુ ઈટ ફૂડનું સેવન કરો છો તો તમે અકાળ મૃત્યુનો શિકાર બની શકો છો. 

શું કહે છે સ્ટડી? 
 અમેરિકન જર્નલ ઑફ પ્રિવેન્ટિવ મેડિસિનની એક રિસર્ચમાં સામે આવ્યું હતું કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાકના લાંબા ગાળાના સેવનથી ડાયાબિટીસ, હૃદય રોગ અને કેન્સર જેવા રોગોનું જોખમ વધે છે.' બ્રાઝિલની સ્ટડીમાં ખુલાસો થયો છે કે "અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સના સ્વાસ્થ્ય જોખમોના તુલનાત્મક પરિણામ માટે મૂલ્યાંકન કર્યું હતું અને રિસર્ચમાં સામે આવ્યું હતું કે 30 થી 69 વર્ષની વયના પાંચ લાખથી વધુ પુખ્ત વયના લોકો મૃત્યુ પામ્યા હતા જેમાંથી 57,000 લોકો અથવા લગભગ 10.5 ટકા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાકને કારણે અકાળે મૃત્યુ પામ્યા હતા.

શું હોય છે રેડી ટુ ઈટ ફૂડ્સ 
હાલના લગભગ દરેક લોકો પાસે સમયની અછત હોય છે અને  એ કારણે ઘરમાં રસોઈ બનાવવાનો પણ સમય નથી હોતો, આવી સ્થિતિમાં લોકોએ બજારમાં ઉપલબ્ધ પેકેજ્ડ ફૂડનું સેવન કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રેડી ટુ ઈટ ફૂડનું ચલણ વધ્યું છે પણ બજારમાં ઉપલબ્ધ આવા પેકેજ્ડ ફૂડ હેલ્ધી નથી હોતા. આવા ફૂડ્સ ગમે તેટલા સ્વસ્થ હોવાનો દાવો કરે પણ તે પ્રિઝર્વેટિવ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, સુગર અને મીઠાથી ભરપૂર હોય છે. આવા પેકેજ્ડ ફૂડમાં વધુ પડતી માત્રામાં સ્વાદ ઉમેરવામાં આવે છે અને તેને કારણે રોગપ્રતિકારક શક્તિને ઘટે છે.  આવા ફૂડ્સના સેવનથી લાંબા સમયે ડાયાબિટીસ, સ્થૂળતા, ખરાબ કોલેસ્ટ્રોલ અને હૃદય રોગનું જોખમ વધી જાય છે.

શું હોય છે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ
લગભગ દરેક પ્રકારના રેડી ટુ ઈટ ફૂડ અલ્ટ્રા પ્રોસેસ્ડ હોય છે. જણાવી દઈએ કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાકમાં ચરબી, સ્ટાર્ચ, એડેડ શુગર અને અનહેલ્થી ચરબી હોય છે. આવા ફૂડ ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે અને એ સમયે તેમાંથી કુદરતી તત્વો દૂર કરવામાં આવે છે અને કૃત્રિમ તત્વો ઉમેરવામાં આવે છે. પિઝા, ટિક્કી, કટલેટ, ચિપ્સ, પેક્ડ સૂપ, બ્રેકફાસ્ટ સિરિયલ્સ, કૂકીઝ જેવા ફ્રોઝન ફૂડ્સ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સની સીરિઝમાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ready to eat food packaged food પેકેજ્ડ ફૂડ રેડી ટુ ઈટ ફૂડ હેલ્થ ટિપ્સ Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ