Such a mark is in the hands of the lucky ones, who achieve tremendous success in life
હસ્તરેખાશાસ્ત્ર /
નસીબદાર લોકોના હાથમાં જ હોય છે આવું નિશાન,જીવનમાં મેળવે છે જબરજસ્ત સફળતા
Team VTV03:10 PM, 30 May 22
| Updated: 03:39 PM, 30 May 22
શનિગ્રહની સ્થિત ફક્ત કુંડળીમાં જ નહીં પરંતુ હથેળીમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક જાતકોના હાથમાં શનિ પર્વત હોય છે, તેમજ શનિ રેખા અમુક જ લોકોના હાથમાં હોય છે.
શું તમારા હાથમાં પણ છે શનિ પર્વત ?
શનિ પર્વત જાતકનું ભવિષ્ય પણ બતાવે છે
શનિદેવને પ્રશન્ન કરવાથી મળશે સફળતા
હસ્ત શાસ્ત્ર અનુસાર હાથની રેખાઓ સિવાય હાથમાં બનેલા પર્વત, શુભ અને અશુભ નિશાન, આકૃતિઓ, ચિન્હ પણ ખૂબ મહત્વ પૂર્ણ હોય છે. તે વ્યક્તિના વિભિન્ન પાસાઓ પર સારૂ - ખરાબ અસર નાખે છે. સાથે જ જાતકનું ભવિષ્ય અને તેમનો સ્વભાવ પણ બતાવે છે. હાથની આ રેખાઓ અને પર્વતોમાં શનિ રેખા અને શનિ પર્વતો પણ શામેલ છે. શનિ રેખા અને શનિ પર્વતોની સ્થિતિ જીવનમાં ઊંડી અસર પહોંચાડે છે.આજે અમે તમને શનિ પર્વતની શુભ અને અશુભ અસરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
માલામાલ કરી દે છે આ શનિ પર્વત
હથેળીના મધ્યમા આંગળીના નીચે શનિ પર્વત દેખાય છે. જો હાથમાં શનિ પર્વત શુભ સ્થિતિમાં હોય તો જાતકને ઘણી બધી સંપત્તિના માલિક બનાવી શકે છે અને ઘણી સફળતા પણ લાવે છે.
શનિ પર્વત સારી રીતે વિકસિત હોય તો જાતક ખૂબ જ ભાગ્યશાળી હોય છે. એવો જાતક જીવનમાં ઊંચો પદ પ્રાપ્ત કરી શકે છે. આવા લોકો તેમના લક્ષને લઈને ખૂબજ જુનૂની હોય છે, અને પોતાનો લક્ષ પૂરો કરીને જ દમ લે છે.
જો શનિ પર્વત ખૂબ વધારે જ વિકસિત હોય તો, વ્યક્તિનો સ્વભાવ એક જેવો નથી રહેતો. તેના વ્યવહારમાં વારં વારં પરિવર્તન થતુ રહે છે. કહી શકાય છે કે આવા વ્યકિતને સમજવું ખૂબ જ મુશ્કેલ હોય છે.
જે જાતકની હથેળીમાં શનિ પર્વત સારી રીતે વિકસિત હોય,અને તે સિવાય તેમનું સૂર્ય એને ગુરૂ પણ ઉભરેલો હોય તેવા વ્યક્તિ ખૂબ જ ધનવાન હોય છે. તે જીવનમાં ખૂબ પૈસા પણ કમાય છે. અને જે-તે ક્ષેત્રમાં ઉંચુ પદ પ્રાપ્ત કરે છે.
શનિ પર્વતના ઉભાર સિવાય તેના પર બનેલા નિશાન પણ શુભ અને અશુભ ફળ આપે છે. જો શનિ પર્વત પર ત્રિકોણ બનેલ હોય તો તે શુભ ફળ આપે છે. તેમજ શનિ પર્વત પર ક્રોસ કે દ્વિપનું નિશાન હોય તો તેને અશુભ માનવામાં આવે છે. તેવા લોકો તેમના જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ સહન કરે છે. તેવા લોકોએ શનિદેવની કૃપા મેળવવા માટે તેમની પૂજા અર્ચના કરવી જોઈએ, ઉપાય જરૂર કરવા જોઈએ.