બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / success story shubham kumar katihar bihar topper upsc mains result

success story / UPSC ટોપરનો અભ્યાસમંત્ર: 8 કલાકના વાંચનથી મળી સફળતા, જાણો શુભમની લાઈફની 5 સીક્રેટ વાતો

Arohi

Last Updated: 04:09 PM, 25 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોપર શુભમ કુમારે જણાવ્યું કે આ સફળતામાં તેમની મોટી બહેને ખૂબ સપોર્ટ કર્યું.

  • UPSC 2020 ટોપરનો અભ્યાસ મંત્ર 
  • જાણો કઈ રીતે કરી હતી તૈયારીઓ 
  • આ રીતે મળ્યું અભ્યાસ માટે મોટીવેશન 

કટિહારના શુભમ કુમારે UPSC 2020ની ફાઈનલ પરીક્ષામાં ટોપ કરીને બિહાર જ નહીં દેશભરના યુવાઓ માટે મિસાલ કાયમ કરી છે. પોતાની આ કામયાબીના કારણે શુભમ ખૂબ જ ખુશ છે. આટલું જ નહીં પરિવારના દરેક સદસ્ય ખૂબ ગર્વ મહેસૂસ કરી રહ્યા છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે સિવિલ સર્વિસની તૈયારી માટે લગભગ 18થી 20 કલાક અભ્યાસની તૈયારીઓ કરવાની હોય છે. પરંતુ શુભમે તેના માટે ફક્ત 7થી 8 કલાક અભ્યા કરીને પ્રસિદ્ધિ હાશેલ કરી.

2018માં શરૂ કરી યુપીએસસીની તૈયારી 
યુપીએસસી ટોપર શુભમે જણાવ્યું કે તેમણે વર્ષ 2018 યુપીએસસીની તૈયારી શરૂ કરી. તે સમયે ખૂબ ઉતાર-ચઢાવ પણ જોવા મળ્યા હતા. જોકે તેમણે ફોકસ બનાવી રાખ્યું અને જેટલું બની શકે તેટલો પ્રયત્ન પોતાની તરફથી કર્યો. કોરોનામાં ખૂબ મુશ્કેલ સમય હતો પરંતુ મોટિવેશન હતું કે તૈયારી કરવી છે. તેમને ઘરમાંથી ખૂબ સપોર્ટ કરવામાં આવ્યો. તેમની જ્વોઈન્ટ ફેમિલી છે. પિતા ઉત્તર બિહાર ગ્રામીણ બેન્કમાં છે. દરેકના સપોર્ટના કારણે મને કામયાબી મળી શકી છે. 

 

પરિવારની સાથે મોટી બહેનનો મળ્યો સપોર્ટ 
શુભમે જણાવ્યું કે આ સફળતામાં તેમની મોટી બહેને ખૂબ સપોર્ટ કર્યો છે. તેમના દીદી ઈન્દૌરમાં સાઈન્ટિફિક ઓફિસર છે અને તૈયારીમાં મોટાભાગે તેમણે મને મોટિવેટ કરતી રહી. ઘરમાં સંપૂર્ણ સમર્થન મળ્યું. આ બધુ ખૂબ જ મુખ્ય રોલ પ્લે કરે છે. શુભમે યુપીએસસીમાં જ્યારે પહેલી વખત પરીક્ષા આપી તો તેમને ઈન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ સર્વિસ મળ્યું. પરંતુ તેમનું સપનું IAS ઓફિસર બનવાનું હતું. તેમમે કહ્યું કે IAS અધિકારીના રીતે તે ગ્રાઉન્ડ પર કામ કરી શકે છે. 

શુભમ આ કારણે બનવા માંગતા હતા આઈએએસ ઓફિસર 
યુપીએસસીમાં ટોપ કરનાર શુભમની ઈચ્છા છે કે તેમને બિહાર કેડર જ આપવામાં આવે, તે ઈચ્છતા હતા કે તે બિહારમાં રહીને બિહારના વિકાસ માટે કામ કરે. તેમણે કહ્યું કે જો તેમણે બિહાર કેડર નહીં આપવામાં આવે તો તે મધ્યપ્રદેશમાં કામ કરવાનું પસંદ કરશે. શુભમે પિતા દેવાનંદ સિંહને જણાવ્યું કે તે શરૂથી જ ખૂબ જ ટેલેન્ટેડ હતા. શુભમના પિતાએ જણાવ્યું કે અભ્યાસ પ્રત્યે લગનને જોઈને તેમણે દરેક સંભવ પ્રયત્નો કર્યા કે તેમના અભ્યાસમાં કોઈ કમી ન આવે.

આ ઘટનાએ બદલી નાખ્યું શુભમનું જીવન 
શુભમ હાલ ઈન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ સર્વિસમાં ટ્રેનિંગ કરી રહ્યા છે. પૂર્ણિયાથી શરૂઆતી અભ્યાસ, પછી કટિહાર અને પટનામાં અભ્યાસ કરનાર શુભમે બોકારોથી 12માનો અભ્યાસ કર્યો. ફરી બોમ્બે આઈઆઈટીથી સિવિલ એન્જિનિયરમાં ગ્રેજ્યુએશન કર્યું છે. શુભમે કહ્યું કે જ્યારે તે ધોરણ 6માં અભ્યાસ કરી રહ્યા હતા તે સમયે એક ઘટના બની જ્યાર બાદ તેમણે પટનામાંથી અભ્યાસનો નિર્ણય કર્યો. હકીકતે થયું એવું કે કટિહારમાં જ્યારે તે ધોરણ 6માં ભણતા હતા ત્યારે શિક્ષકે તેમના એક જવાબને ખોટો ગણાવ્યો હતો. શુભમે જણાવ્યા અનુસાર તેમને પોતાનો જવાબ સાચો લાગ્યો. તેમ છતાં શિક્ષકે ખોટુ આપતા તે ખૂબ દુખી થયા. પછી તેમને સ્કૂલ બદલવાનો નિર્ણય કર્યો. 

આ વખતે નથી કરી કોઈ કોચિંગ 
શુભમે જણાવ્યું કે યુપીએસસી 2020ની તૈયારી માટે કોઈ કોચિંગ નથી લીધી. દિવસમાં 7થી 8 કલાક અભ્યાસ કર્યો. પ્રી ક્લીયર કર્યા બાદ તેમણે 8થી 10 કલાક અભ્યાસ કરવાનું શરૂ કર્યું. શુભમના માતાએ જણાવ્યું કે તે શુરૂઆતથી જ અભ્યાસમાં તેજ હતા અને તેમની આ સફળતાથી તે ખૂબ ખુશ છે. નાનપણથી શુભમ ટોપર રહ્યા. તેમણે કહ્યું કે તે ઈચ્છે છે કે બિહારના દરેક બાળક શુભમની જેમ તૈયારી કરે અને બિહારનું ગૌરવ આગળ વધારે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ