કચ્છના 2 લાખ ખેડૂતોને સરકાર આપશે સબસીડીઃ CM રૂપાણી, ભુજમાં ગરીબ કલ્યાણ મેળામાં કરાયું કીટ વિતરણ

By : hiren joshi 06:00 PM, 04 January 2019 | Updated : 06:14 PM, 04 January 2019
કચ્છઃ ભુજમાં ટાઉનહોલ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જે દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વાસણ આહીર હાજર રહ્યા હતા. CMના હસ્તે ગરીબ કલ્યાણ મેળામાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે આ વર્ષે ગરીબ કલ્યાણ મેળાનો 11માં ચરણમાં પ્રારંભ થયો છે. જેમાં રાજ્ય સરકારની અલગ અલગ સહાય સીધી પારદર્શી રીતે મળી રહે તે માટે વર્ષ 2009થી આ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાઇ હતી.

કચ્છમાં અછતની સ્થિતિને લઇને પણ મિટિંગ યોજાઇ હતી. જે મિટિંગ બાદ સીએમ રૂપાણીએ કહ્યું કે, કચ્છમાં ઘાસ, પાણી વિશે ચર્ચા કરવામાં આવી છે. કચ્છના 2 લાખ ખેડૂતોને સરકાર સબસીડી આપશે. અત્યાર સુધી 5.50 કરોડ કિલો ઘાસ ફાળવવામાં આવ્યું છે. 52 જેટલા ઢોરવાળાને મજૂરી આપવામાં આવી છે. 
  આ પહેલી સીએમ વિજય રૂપાણી લખપત પહોંચ્યા હતા. જ્યાં ગુરૂદ્વારામાં 5 કરોડના વિકાસ કામોનું ખાત મૂહૂર્ત કર્યું હતું. શીખ પાઘડી પહેરીને ગુરૂ ગોવિંદસિંઘના દર્શન કર્યા હતા. વિજય રૂપાણીએ દ્વારકાના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ પણ કર્યું હતું.Recent Story

Popular Story