LPG સિલિન્ડર પર સરકાર જે સબ્સિડી આપે છે તે ગ્રાહકો સુધી પહોંચતી નથી પરંતુ હવે તમે ઘરે બેઠા જ સબ્સિડીનું સ્ટેટસ જાણી શકશો.
LPG સિલિન્ડર પર સબ્સિડી મળી રહી છે કે નહીં
ઓનલાઈન રીતે સરળ સ્ટેપ્સથી કરો ચેક
દિલ્હીમાં નથી મળી રહી સબ્સિડી
આ સમયથી નથી મળી સબ્સિડી
મળતી માહિતી અનુસાર મે મહિનાથી ગ્રાહકોને ગેસ સિલિન્ડરની સબ્સિડી મળી નથી. જુલાઈથી લઈને નવેમ્બર સુધી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. કંપનીઓએ ડિસેમ્બરમાં રસોઈ ગેસની કિંમતોમાં 2 વારમાં 100 રૂપિયા ભાવ વધાર્યા હતા. આ પછી ફેબ્રુઆરીમાં 3 વારમાં 100 રૂપિયા ભાવ વધાર્યા બાદ માર્ચમાં 25 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. હવે દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 819 રૂપિયા છે તો કોલકત્તામાં 845.50 રૂપિયા અને ચેન્નઈમાં તે 835 રૂપિયે મળી રહ્યો છે.
કેટલી સબ્સિડી મળે છે
સબ્સિડી એ લોકોને મળે છે જેમની વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી વધારે હોતી નથી. જો પતિ અને પત્ની મળીને પણ 10 લાખ કમાય છે તો તેમને સબ્સિડી મળશે નહીં. હાલમાં રાંધણ ગેસ પર સબ્સિડી ઓછી થઇ ગઇ છે. કોરોનાકાળમાં ગ્રાહકોના ખાતામાં 10-12 રૂપિયા સબ્સિડી તરીકે આવી રહ્યાં છે. એક સમય હતો જ્યારે 200 રૂપિયા સુધીની સબ્સિડી મળતી હતી.
દિલ્હીમાં ગ્રાહકોને નથી મળી રહી સબ્સિડી
કોરોના મહામારીના કહેરમાં કાબૂ થયા બાદ માંગમાં સુધારાની વચ્ચે આંતરરાષ્ટ્રિય બજારમાં એલપીજીના ભાવ વધી રહ્યા છે. ખાસ વાત એ છે કે સબ્સિડી અને વિના સબ્સિડી બંને સિલિન્ડરના ભાવ વધ્યા છે. દેશમાં એલપીજીના ભાવ એક જ હોય છે. સરકાર આ ગ્રાહકોને સબ્સિડી આપે છે. દિલ્હીમાં ગ્રાહકોને કોઈ સબ્સિડી મળતી નથી. હાલમાં અહીં સિલિન્ડરનો ભાવ 819 રૂપિયા થઈ ચૂક્યો છે.
આ રીતે ચૅક કરો સ્ટેટસ
સૌથી પહેલા www.mylpg.in વૅબસાઇટ વિઝીટ કરો
તે બાદ જમણી બાજુ કંપનીઓના ગેસ સિલિન્ડરની ફોટો જોવા મળશે
જે પણ તમારો સર્વિસ પ્રોવાઇડર છે તેની ફોટો સિલેક્ટ કરો
તે બાદ એક નવી વિન્ડો ઓપન થશે તેમાં ગેસ પ્રોવાઇડરની જાણકારી હશે
જમણી બાજુ સાઇન ઇન અને ન્યુ યુઝરનો ઓપ્શન હશે, તેને સિલેક્ટ કરો
જો તમારી આઇડી બનેલી છે તો સાઇન ઇન કરો
જો આઇ ડી બનાવવાની બાકી છે તો ન્યૂ યુઝર સિલેક્ટકરવુ પડશે
તે બાદ વિન્ડો ખુલશે અને જમણી બાજુ વ્યૂ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રીનો વિકલ્પ હશે તેને સિલેક્ટ કરો
તમને ખબર પડી જશે કે તમને સબ્સિડી મળી રહી છે કે નહી
સબ્સિડી ન મળવા પર તમે ટોલ ફ્રી નંબર 18002333555 પર ફરિયાદ કરી શકો છો
કોમન વેબસાઈટની મદદથી આ રીતે કરો ચેક
સૌ પહેલાં http://mylpg.in/ પર જાઓ
અહીં 17 અંકનો LPG ID લખો.
રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ભરો ને સાથે કેપ્ચા કોડ ભરો અને આગળ વધો.
એક ઓટીપી આવશે તે ભરો
નવા પેજ પર ઈમેલ આઈડી અને પાસવર્ડ જનરેટ કરો.
ઈમેલ પર એક એક્ટીવેશન લિંક આવશે તેને ક્લિક કરો.
લિંક પર ક્લિક કરતાં તમારું એકાઉન્ટ એક્ટિવેટ થશે અને પછી તમે mylpg.in પર જઈને લોગઈન કરો.
અહીં તમારું આધાર કાર્ડ LPG એકાઉન્ટ સાથે લિંક છે તો ક્લિક કરો.
હવે View Cylinder Booking History/subsidy transferred નો વિકલ્પ દેખાશે.
અહીંથી તમને ખ્યાલ આવશે કે સબ્સિડી તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ છે કે નહીં.