submission to PM on loss of cotton crop in Bharuch
ખેતીવાડી /
કપાસને લાગ્યો પ્રદૂષણનો કાટઃ ભરૂચમાં ઉભો પાક નષ્ટ થતા MLAથી લઈને PM સુધી રજૂઆત
Team VTV05:16 PM, 25 Aug 21
| Updated: 05:41 PM, 25 Aug 21
વાગરા, આમોદ, જંબુસર અને ભરૂચના આજુબાજુના ગામોમાં કપાસ સહિતના શાકભાજીના ઉભા પાક નષ્ટ થતા ખેડૂતોને મોટુ નુકસાન થયું, ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્યથી લઇને પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરી
ભરૂચમાં પ્રદૂષણના કારણે પાકને નુકસાન
પ્રદૂષણથી પાક નષ્ટ થયાની ખેડૂતોની ફરિયાદો
નષ્ટ થયેલા પાક ઉખેડી નાખવા ખેડૂતો મજબૂર
ભરૂચ જિલ્લાના 4 તાલુકામાં પ્રદૂષણના કારણે પાકને નુકસાન થયાની ખેડૂતોની ફરિયાદો ઉઠી છે. વાગરા, આમોદ, જંબુસર અને ભરૂચના આજુબાજુના ગામોમાં કપાસ સહિતના શાકભાજીના ઉભા પાક નષ્ટ થતા ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. એક તરફ વરસાદની અછત અને બીજી તરફ પ્રદૂષણ ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યું છે. પ્રદૂષણથી નષ્ટ થયેલા પાકને ઉખેડી નાખવા ધરતીપુત્રો મજબૂર બન્યા છે. ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્યથી લઇને પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરી છે. અને ખેડૂતોને હેક્ટર દીઠ 1 લાખનું વળતર ચૂકવવાની માંગ કરી છે.
તો બીજી તરફ કપાસમાં શેના કારણે અસર થઇ તે જાણવા માટે ખેતીવાડી વિભાગ અને GPCBના અધિકારીઓએ આ અંગેનો અભ્યાસ કરી જરૂર તપાસ કરવા આદેશ આપ્યો છે. GPCBના પ્રાદેશિક અધિકારી ફાલ્ગુન મોદીએ જણાવ્યું કે GPCBની સેન્ટ્રલ લેબોરેટરી ગાંધીનગર ખાતેથી આવેલી ટીમે સ્થાનિક ટીમ સાથે ભરૂચના વાગરા અને હાંસોટ તાલુકાના કેટલાક ગામોમાંથી સેમ્પલ લીધા છે. અને આગળની તપાસ શરૂ કરી છે.
ભરૂચ જિલ્લાના 4 તાલુકા અને વડોદરાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોના અંદાજીત 70 હજાર હેકટર પાક નષ્ટ થતા ધરતીપુત્રો પોતાના નિષ્ફળ પાકને ઉખેડી ફેંકી રહ્યા છે. ધરતીપુત્રોનું માનવું છે કે, એક તરફ વરસાદની ઘટ અને બીજી તરફ રાસાયણિક પ્રદુષણ તેઓના માટે માથાના દુઃખાવા સમાન સ્થિતિ નું સર્જન કર્યું છે. પ્રદૂષણથી નષ્ટ થયેલા પાક કોઈ કામમાં ન આવતા હાલ હજારો હેક્ટર પાકને ઉખેડી નાખવા ધરતીપુત્રો મજબૂર બન્યા છે. અને 50 હજાર ખેડૂતોને હેકટર દીઠ-01 લાખ નું વળતર ચૂકવવા ની માંગ પણ થોડા દિવસો પહેલા કરવામા આવી હતી.