બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / શું છે આ સુભદ્રા યોજના, જેમાં મહિલાઓને મળશે 10000 રૂપિયા, જાણો લાભથી લઇને પ્રોસેસ અંગેની વિગત

તમારા કામનું / શું છે આ સુભદ્રા યોજના, જેમાં મહિલાઓને મળશે 10000 રૂપિયા, જાણો લાભથી લઇને પ્રોસેસ અંગેની વિગત

Last Updated: 11:49 AM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Subhadra Yojana: સુભદ્રા યોજના મહિલાઓને સશક્ત બનાવવા, આત્મનિર્ભર બનાવવા અને લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવાની દિશામાં ઓડિશા સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે. આ યોજના દ્વારા રાજ્યની મહિલાઓને વર્ષમાં બે હફ્તામાં 10 હજાર આપવામાં આવશે.

સરકારની તરફથી મહિલાઓને સશક્ત બનાવવા માટે ઘણા પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આ ક્રમમાં આજે 17 સપ્ટેમ્બર 2024એ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ઓડિશાની મહિલાઓ માટે એક ખાસ યોજના શરૂ કરવામાં આવી રહી છે. જેનું નામ શુભદ્રા યોજના છે. આ યોજના દ્વારા મહિલાઓને વર્ષમાં બે હસ્તામાં 10 હજાર રૂપિયા આપવામાં આવશે. જાણો તેના માટે કોણ અરજી કરી શકે.

બે હપ્તામાં મહિલાઓને મળશે 10 હજાર

હકીકતે ઓડિશા સરકાર રાજ્યની મહિલાઓ માટે સુભદ્રા યોજનાની શરૂઆત કરવામાં આવી રહી છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓડિશાની કોઈ પણ 21 વર્ષથી લઈને 60 વર્ષની મહિલાઓ એપ્લાય કરી શકે છે. તેના દ્વારા મહિલાઓના એકાઉન્ટમાં બે હપ્તામાં 10 હજાર રૂપિયા મોકલવામાં આવશે.

money_investment_saving-account_iw2N4OH

આ યોજનાને 5 વર્ષ માટે શરૂ કરવામાં આવી છે. તેના માટે રાજ્ય સરકારે 55,825 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે. સુભદ્રા યોજના મહિલાઓની વચ્ચે આર્થિક અને સામાજીક સશક્તિકરણને પ્રોત્સાહન આપનાર ઓડિશા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કલ્યાણકારી યોજના છે. તેના દ્વારા મહિલાઓ પોતાના બિઝનેસ શરૂ કરી પોતાને આત્મનિર્ભર બનાવી શકે છે.

PROMOTIONAL 12

આ યોજના માટે કોણ અરજી કરી શકે?

  • આ યોજના માટે કોઈ પણ ઓડિશાના મૂળ નિવાસી મહિલા એપ્લાય કરી શકે છે.
  • મહિલાનું નામ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ કે રાજ્ય સુરક્ષા યોજના હેઠળ રાશન કાર્ડમાં જોડાયેલું હોવું જરૂરી.
  • યોજનાનો લાભ લેવા માટે મહિલાની ફેમિલી ઈનકમ 2.50 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ.
  • આ યોજના માટે ફક્ત 21 વર્ષથી લઈને 60 વર્ષની મહિલાઓ એપ્લાય કરી શકે છે.
money_2

કઈ રીતે કરી શકાય અરજી?

આ યોજનાનો લાભ લેવા માટે તમને ઓનલાઈન અરજી સુભદ્રા પોર્ટલ પર જવાનું રહેશે. ત્યાં જ ઓફલાઈન અરજી માટે તમારે કોઈ પણ આંગણવાડી કેન્દ્ર, મો સેવા કેન્દ્ર, બ્લોક કાર્યાલય, શહેરી સ્થાનીક નિકાશ કાર્યાલય, સામાન્ય સેવા કેન્દ્ર પર જવાનું રહેશે.

અહીં પ્રિટેન્ડ ફોર્મ ફી આપવામાં આવશે. જો ફોર્મમાં કોઈ પ્રકારની ભુલ મળી આવે તો તમારી અરજી સ્વીકાર નહીં કરવામાં આવે. આ યોજના માટે એપ્લાય કરવા માટે કોઈ ફી નહીં આપવી પડે.

laptop-1_0

વધુ વાંચો: પેટીએમ, ગુગલ પે..., ફરીવાર UPI પેમેન્ટ સિસ્ટમમાં થયો ફેરફાર, NPCIએ આદેશ કર્યો જાહેર

આ ડોક્યુમેન્ટ્સની રહેશે જરૂર

  • સુભદ્રા યોજના પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરવા માટે તમારી પાસે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે.
  • આધાર કાર્ડ- ઓળખ વેરિફિકેશન માટે
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • જન્મ પ્રમાણ પત્ર
  • બેંક ખાતાની ડિટેલ
  • એડ્રેસ પ્રૂફ
  • જાતિ પ્રમાણ પત્ર
  • આવાસ પ્રમાણ
  • મોબાઈલ નંબર અને ઈમેલ
  • તમારી સહી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Odisha Govt તમારા કામનું Subhadra Yojana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ