બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:16 AM, 24 June 2024
આપણા ભારતને તો નદીઓનો દેશ કહેવામાં આવે છે કારણ કે અહીં 400થી વધુ નાની-મોટી નદીઓ વહે છે. દેશભરમાં વહેતી દરેક નદીઓની અલગ અલગ વિશેષતાઓ છે પણ શું તમે ક્યારેય એવી નદી વિશે સાંભળ્યું છે જેના પાણીની સાથે સોનું પણ વહે છે અને આ કારણે તેને સોનાની નદી કહેવામાં આવે છે.
ADVERTISEMENT
આ નદી ભારતના ઝારખંડમાં આવેલી છે અને આ નદીને ગોલ્ડન લાઇન એટલે કે સ્વર્ણ રેખા નદી તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકો તેને સોનાની નદી કહે છે અને આ નદી રાંચીથી 16 કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં સ્થિત નગડી ગામમાંથી નીકળે છે. ઝારખંડથી ઉદ્ભવતી આ નદી ઓડિશા પશ્ચિમ બંગાળ અને બાલાસોર થઈને બંગાળની ખાડીમાં આવે છે અને આ નદીની લંબાઈ 474 કિલોમીટર છે. કહેવાય છે કે આ નદીની રેતીમાંથી લોકો સોનું મળે છે. આ જ કારણ છે કે આ નદી ઘણા લોકો માટે આજીવિકાનું કારણ પણ બની છે.
ADVERTISEMENT
હવે સૌથી મોટો પ્રશ્નએ છે કે આ નદીમાં સોનું આવે છે ક્યાંથી. જો કે આ અંગે કોઈને કોઈ માહિતી નથી અને તે હજુ પણ એક રહસ્ય છે પણ ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે કે આ નદી અનેક ખડકોમાંથી પસાર થાય છે અને આ ખડકોમાંથી મળેલા સોનાના ટુકડા ઘર્ષણને કારણે તૂટી જાય છે અને રેતીમાં ભળી જાય છે એ બાદ પાણી સાથે વહીને નદીને કાંઠે આવી જતાં હોય છે.
પાણી સાથે વહેતા સોનાને કારણે આ નદી સ્વર્ણરેખા નદી તરીકે ઓળખાય છે, એવું કહેવાય છે કે અહીંના સ્થાનિક આદિવાસીઓ સવારે આ નદી પર જાય છે અને દિવસભર રેતીમાંથી શોધી શોધીને સોનાના કણો એકત્રિત કરે છે. આ વિસ્તારોમાં રહેતા પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો સવારે ઉઠીને નદીમાંથી સોનું ભેગું કરવા જાય છે અને તેને વહેંચીને પૈસા કમાઈ છે.
આ નદીમાંથી મળતા સોનાના કણો ચોખાના દાણા જેટલા અથવા તેના કરતા નાના હોય છે અને કહેવય છે કે ત્યાંનાં લોકો આ કણ વેચીને 80 થી 100 રૂપિયા કમાય છે અને એમ પણ કહેવાય છે કે બજારમાં એક કણની કિંમત 300 રૂપિયા કે તેથી વધુ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.