બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્ટંટ કરવાના ચક્કરમાં બે થાર કચ્છના દરિયામાં ફસાઈ, કાર ચાલકો વિરૂદ્ધ નોંધાયો ગુનો

કાર્યવાહી / સ્ટંટ કરવાના ચક્કરમાં બે થાર કચ્છના દરિયામાં ફસાઈ, કાર ચાલકો વિરૂદ્ધ નોંધાયો ગુનો

Last Updated: 11:22 PM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છનાં દરિયા કિનારે સ્ટંટ કરવું ભારે પડ્યું હતું. બે થાર દરિયા કિનારે ફસાઈ જવા પામી હતી. ફસાયેલી થારને સ્થાનિકો ટ્રેક્ટર વડે બહાર કાઢી હતી. પોલીસે થારને ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કચ્છના દરિયાકિનારે સ્ટંટ કરવા જતાં બે થાર દરિયામાં ફસાઈ હતી. મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધ બંદર પર સ્ટંટ કરવો યુવકોને ભારે પડ્યું. દરિયામાં ફસાયેલી થાર સ્થાનિકોએ ટ્રેકટર વડે બહાર કાઢી હતી. જેમાં એક થારનું એન્જિન પણ ફેઈલ થયું હતું. બન્ને કાર ચાલકો વિરૂદ્ધ ગુનો નોંધીને પોલીસે કાર ડીટેઇન કરી હતી.

બંને કારને ટ્રેક્ટર વડે ખેંચીને બહાર કાઢવામાં આવી

કચ્છનાં દરિયા કિનારે કેટલાક લોકો દ્વારા સ્ટંટ કરવું ભારે પડ્યું હતું. મુન્દ્રાનાં ભદ્રેશ્વર નજીકનાં રંધ બંદર પર કેટલા પ્રવાસીઓ દ્વારા થાર કારને દરિયામાં લઈ જઈ સ્ટંટ કરવા જતા કાર દરિયામાં ફસાઈ જવા પામી હતી. જે બાદ પ્રવાસીઓ દ્વારા આ બાબતે સ્થાનિકોને વાત કરતા સ્થાનિકો દ્વારા ટ્રેક્ટર વડે બંને કારને બહાર કાઢી હતી. જેમાં એક થારનું એન્જીન પણ ફેઈલ થઈ જવા પામ્યું હતું. પોલીસે બંને કાર ચાલકો વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે કાર ડીટેઈન કરી હતી.

વધુ વાંચોઃ સ્વાદના શોખીનો નાસ્તાના પડીકા ખાતા પહેલા ચેતજો, ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી

1200_628 ad 1

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો

આ બાબતે મુન્દ્ર મરીન પીઆઈ નિર્મલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ઘટનાનો વીડિયો સ્થાનિકો દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા વીડિયો વાયરલ થયો હતો. વીડિયોનાં આધારે બંને થાર ચાલકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ બંને થાર ચાલકની ઓળખ થવા પામી છે. તેમજ એક યુવકની ગાંધીધામ ખાતેથી અટકાયત કરી મુન્દ્ર ખાતે લાવવામાં આવ્યો છે. તેમજ બે માંથી એક કાર હાલ ગાંધીધામ ખાતેનાં ગેરેજમાં રીપેરીંગ માટે પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Car stuck in sea Police action
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ