stunning catch of ravindra jadeja in ind vs nz second test
ક્રિકેટ /
Video : મેદાન પર 'સુપરમેન' બન્યા જાડેજા, હવામાં છલાંગ લગાવી પકડ્યો અવિશ્વસનીય કેચ
Team VTV06:57 PM, 01 Mar 20
| Updated: 07:00 PM, 01 Mar 20
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રાઈસ્ટચર્ચના સ્ટેડીયમમાં બીજી ટેસ્ટના બીજા દિવસે રવીન્દ્ર જાડેજા મેદાન પર સુપરમેન બની ગયા. જાડેજાએ હવામાં કૂદીને શાનદાર કેચ પકડ્યો. જાડેજા દુનિયામાં સૌથી શાનદાર ફીલ્ડર્સમાં એક છે ત્યારે તેમના આ કેચના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે.
રવીન્દ્ર જાડેજાએ પકડ્યો શાનદાર કેચ
કેચ બાદ જાડેજાએ કહ્યું કેચ બાદ મને ખબર જ ન હતી કે મેં કેચ પકડી લીધો છે
આજની મેચમાં જયારે શમીએ વેગનરને બાઉન્સર બોલ ફેંક્યો ત્યારે વેગનરે બોલ સ્ક્વેયર લેગ તરફ હવામાં માર્યો પરંતુ ત્યાં ઉભેલા રવીન્દ્ર જાડેજાએ સુપરમેનની જેમ હવામાં શાનદાર કેચ કરી લીધો. રવીન્દ્ર જાડેજાએ આ વર્ષનો સૌથી બેસ્ટ કેચ પકડ્યો.
નીલ વેગનરનો શાનદાર કેચ પકડ્યા બાદ જાડેજાએ કહ્યું કે તેમને આશા જ ન હતી કે બોલ આટલી સ્પીડમાં મારી પાસે આવશે. ન્યૂઝીલેન્ડની ટીમને 22 રના આપીને 2 વિકેટ લેનાર જાડેજાએ કહ્યું હવાની સાથે બોલ સ્પીડમાં મારા હાથમાં આવી ગઈ. જયારે મેં કેચ પકડ્યો તો મને લાગ્યું જ નહીં કે મેં કેચ પકડી લીધો છે. આ મેચમાં અમે સારી બોલિંગ કરી છે અને સારી બેટિંગ કરીને જીતવાના પૂરાં પ્રયત્ન કરીશું.'
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટના બીજા દિવસે કીવી ટીમે 63/0થી રમાવાની શરૂઆત કરી. ન્યૂઝીલેન્ડની ટીમ પહેલી ઇનિંગમાં 235 રનમાં સમેટાઈ ગઈ. પહેલી ઇનિંગમાં ભારતે સાત રનની લીડ મેળવી હતી. બીજા દિવસે જાડેજાએ શાનદાર પ્રદર્શન કરી બે વિકેટ ઝડપી.
ભારતે પ્રથમ દાવમાં 242 રન બનાવ્યા હતા. 63 રનથી દિવસની શરૂઆત કરનારી કિવિ ટીમ માટે ટોમ લેથમે 122 બોલમાં 52 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય ઝડપી બોલર કાયલ જેમ્સને ફરી એક વખત શાનદાર બેટિંગ કરતા 49 રન બનાવ્યા હતા.