બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / Study of doctors of BJ Medical, Ahmedabad, risk of becoming a self doctor

ખતરાની ઘંટી / ગુગલના સહારે દવા લેતા હોય તો ચેતી જજો, અમદાવાદના નિષ્ણાંત ડોકટરોએ કરેલા દાવાથી પરસેવો છૂટી જશે

Vishnu

Last Updated: 10:57 PM, 23 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બી.જે.મેડિકલ કોલેજના નિષ્ણાત ડોકટરો દવાની આડઅસર મામલે 2011થી કરી રહ્યા છે રિસર્ચ જે બાદના તારણો ચોંકાવનારા છે.

  • સેલ્ફડોક્ટર ન બનો સલાહ લો
  • સામાન્ય દવાની પણ છે ઘણી આડઅસર: ડૉક્ટર
  • લોકોની મદદ માટે 1800 180 3024 ટોલ ફ્રી નંબર

ન ડ્રિગ્રી.ન અનુભવ.અને ગુગલના સહારે બની બેઠેલા ઘરના ડોક્ટરોની.કોરોનામાં જો તમને પણ આ સેલ્ફડોક્ટર વાળી ટેવ પડી હોય તો ચેતી જજો. કારણ કે, ડોક્ટરી સલાહ વગરની દવા ગંભીર પરિણામ નોતરી શકે છે. આવું અમે નથી કહેતા પરંતુ એક સંશોધનમાં આ અંગે ચોંકાવનારા ખુલાશાઓ થયા છે. અને તેના વિશે સાંભળ્યા બાદ તમારી સેલ્ફડોક્ટરી છૂટી જશે. 

સેલ્ફડોક્ટરી કરવાના ગંભીર પરિણામો
ઘર બેઠા ડોક્ટક્ટ બનવું અને ગુગલને પુછીને દવા લેવી તમારા પર જ ભારે પડી શકે છે. કોરોના કાળમાં લોકોએ ડરના માર્યા આવું ખુબ કર્યું છે. અને હવે તેની આદત પડી ગઈ હોય અને પોતે એક્સપર્ટ બની ગયા હોત તેમ નાની-સુની બીમારીમાં જાતે દવા લઈ રહ્યા છે. પરંતુ આવા લોકો જાણે કે, હવે સેલ્ફડોક્ટરી કરવાના ગંભીર પરિણામો પણ સામે આવવા લાગ્યા છે. લોકો પર દવાઓની આડઅસરો થવા લાગી છે. અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું છે. અને આ રિસર્ચ પ્રમાણે, લોકો પગનો દુખાવો, તાવની દવા , પેટનો દુખાવો, એસીડીટી જેવી સામાન્ય દવા ડોક્ટરી સલાહ વીના લઈ લે છે. જેની હવે સૌથી વધુ આડઅસર જોવા મળી રહી છે. ડોકટરોનું કહેવું છે કે દવાની આડઅસર ભવિષ્યમાં કોઈ પણ રીતે હોઈ શકે છે કોને કઈ આડઅસર થાય તે કહેવું મુશ્કેલ છે કારણ કે તમામ લોકોની શરીરની તાસીર અલગ અલગ હોય છે પણ ડોકટરો દાવો કરી રહ્યા છે કે ગમે તે દવા ડોક્ટરની પ્રિસ્ક્રીપ્શન લઈ લેવાથી ગંભીર પરિણામ આવી શકે છે ભલેને તે સામાન્ય તાવની પણ કેમ ન હોય

ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકાય
ડોક્ટરની પ્રિસ્ક્રીપ્શન વીના કોઈપણ દવા લઈએ એટલે સ્વાભાવિક રીતે તેની આડઅસર થવાની. અને આડઅસર થયા બાદ પણ જો ડોક્ટર પાસે ન ગયા તો તેનું પરિણામ ગંભીર આવી શકે છે. પરંતુ સમય રહેતા યોગ્ય સારવાર અને માહિતી મેળવવા પર આડઅસરને રોકી શકાય છે. બી.જે. મેડિકલ દ્વારા લોકોની મદદ માટે 1800 180 3024 ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.જેના પર લોકોને કોઈપણ પ્રકારની આડઅસર વિશે માહિતી મળી શકે છે. 

મહત્વનું છે કે, ડિજિટલ યુગ આવતા હવે લોકો પહેલા ડિજિટલ માધ્યમોના સહારે ખુદ ડોક્ટરો બની જાય છે. તેમાં પણ ગુગલ પર કોઈપણ દર્દની દવા સર્ચ કરો એટલે મળી જાય. આમ ડોક્ટરની પ્રિસ્ક્રીપ્શન વગર જ લોકો દવા લેવા માંડ્યા છે. પરંતુ તેના પરિણામો આડઅસર રૂપે ગંભીર આવે છે. આશા રાખીએ કે, આ રિપોર્ટ બાદ તમે સેલ્ફડોક્ટર ન બની કોઈપણ દર્દની દવા ડોક્ટરની સલાહ પ્રમાણે લેશો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ