બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 10:37 PM, 16 May 2019
હવાઇના મોના લાઓ ઓબ્ઝર્વેટરીના જણાવ્યા મુજબ વાતાવરણમાં CO2 નું સ્તર 415 પીપીએમ નોંધાયું છે. આ જાણકારી મોસમ વિજ્ઞાની અને પત્રકાર એરીક હોલથોસે ટ્વિટર પર આપી છે. તેમણે ટ્વિટ કર્યું છે કે માનવ ઇતિહાસમાં પહેલી વાર આપણી ધરતીના વાતાવરણમાં CO2 415 પીપીએમથી વધુ નોંધાયું છે.
ADVERTISEMENT
માત્ર ઇતિહાસમાં નહીં 10,000 વર્ષ પહેલાં જ્યારે ખેતી શોધાઇ હતી ત્યારે લાખો વર્ષ પહેલાં આધુનિક માનવની હાજરી હતી તો પણ આટલું સ્તર પહોંચ્યું નહોતું.
ADVERTISEMENT
CO2નું સ્તર લગભગ 30 લાખ વર્ષ અગાઉ ખૂબ જ વધારે હતું. જ્યારે તેનું સ્તર 300-400 મિલિયન પીએમ નોંધાયું હતું ત્યારનું વાતાવરણ આજ કરતાં 2થી 3 ડિગ્રી વધુ ગરમ હતું. આ જાણકારી ત્યારે સામે આવી જ્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જળવાયુ પરિવર્તનને લઇ એક રિપોર્ટ પ્રકાશિત કરાયો હતો.
આ રિપોર્ટ મુજબ પેરિસ સમજૂતી હેઠળ કાર્બન વિકિરણમાં ઘટાડો થયો હતો, પરંતુ વિશ્વનું તાપમાન આગામી 30 વર્ષમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસ વધતું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.