Team VTV10:56 PM, 18 Mar 23
| Updated: 11:03 PM, 18 Mar 23
ધોધમાર વરસાદના કારણે પાટણની શેઠ બી એમ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાયાનો વીડિયો સામે આવ્યો છે, પાલિકાના ચીફ ઓફિસર અને ફાયર ફાઈટરની ટીમે ટ્રેક્ટર દ્વારા રેસ્કૂય કરી વિદ્યાર્થીઓને બહાર નિકાળ્યા
પાટણની સ્કૂલમાં વિદ્યાર્થીઓ ધોધમાર વરસાદને કારણે ફસાયા
શેઠ બીએમ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાયાનો વીડિયો આવ્યો સામે
ધોરણ-12ની પરીક્ષાનુ પેપર આપ્યા બાદ વિદ્યાર્થીઓ સ્કુલમાં ફસાયા
રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યાં છે અનેક જિલ્લામાં કમોસમી ધોધમાર વરસાદ સાથે કરા વરસ્યા છે ત્યારે પાટણમાં પણ કમોસમી વરસાદે માઝા મુકી છે. પાટણની સ્કૂલમાં વિદ્યાર્થીઓ ધોધમાર વરસાદને કારણે ફસાયા હતા. જેમને ટ્રેક્ટર દ્વારા રેસ્કૂય કરી બહાર કઢાયા છે.
#WATCH | Gujarat: Heavy rainfall causes waterlogging in parts of Patan. Local administration uses a tractor to rescue students of a school stranded amid the heavy downpour and waterlogging. pic.twitter.com/t9oxSGv2R0
સ્કૂલ ગાઉન્ડમાં વિદ્યાર્થીઓના વાહનો પાણીમાં ફસાયા
શેઠ બી એમ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વરસાદના કારણે ફસાયા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ધોરણ-12ની પરીક્ષાનુ પેપર આપ્યા બાદ વિદ્યાર્થીઓ સ્કુલમાં ફસાયા હતા. સ્કૂલ ગાઉન્ડમાં વિદ્યાર્થીઓના વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. જ્યાં પાલિકાના ચીફ ઓફિસર અને ફાયર ફાઈટરની ટીમ કામે લાગી હતી. તંત્ર દ્વારા સ્કૂલમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરાયું હતું.
તંત્ર દ્વારા સ્કૂલમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું કરાયું રેસ્ક્યૂ
પાટણમાં ધોધમાર વરસાદના કારણે વિદ્યાર્થીઓ સ્કૂલમાં જ ફસાઈ ગયા હતા જ્યાં ટ્રેક્ટર વડે રેસ્કૂય કરી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. ઢીંચણ સમા પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓના ટુ વ્હીલર વાહનો પણ પાણીમાં ગરકાવ થયા હતાં જેને પગલે નગરપાલિકાની તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પાણીમાંથી બહાર કાઢ્યાં હતાં.