બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 06:06 PM, 17 April 2022
ADVERTISEMENT
યુક્રેનમાંથી પાછા આવેલા વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતા સાથે જંતર મંતર પર જમા થઈને પોતાના બાકી શિક્ષણ માટે ભારતીય સંસ્થાઓમાં પ્રવેશની માગ કરી રહ્યા છે. માતા-પિતાનું કહેવુ છે કે, સરકારે અમારા બાળકોના કરિયરને જેવી રીતે બાળકોને બચાવ્યા તેવી જ રીતે તેમના કરિયરને પણ બચાવવું જોઈએ. અહીં ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાંથી લગભગ 18 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ કીવ, ખારકીવ અને સૂમી જેવા અલગ અલગ શહેરોમાં ફસાયેલા હતા. મોદી સરકારે ઓપરેશન ગંગા અંતર્ગત આ વિદ્યાર્થીઓને પાછા ભારત લાવ્યા હતા. જો કે, સંકટ હવે એ આવ્યું છે. બાકીનો અભ્યાસ કેવી રીતે પુરો કરવો. જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ચિંતિત છે.
Delhi | Students who returned from Ukraine gather along with their parents at Jantar Mantar demanding admission to Indian institutions for their remaining education
— ANI (@ANI) April 17, 2022
Govt should save our children's careers the way they saved their lives &brought them back from Ukraine,say parents pic.twitter.com/nFL8KcNic5
ADVERTISEMENT
પાછા ફરેલા વિદ્યાર્થીઓને છૂટ આપવાનો નિર્ણય
હાલમાં જ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, યુક્રેનની સરકારે ત્યાંથી પાછા ફરેલા વિદ્યાર્થીઓને છૂટ આપવા માટેનો નિર્ણય લીધો છે. હવે વિદ્યાર્થીઓને તેમના એકેડમિક મૂલ્યાંકનના આધાર પર મેડિકલની ડિગ્રી આપવામાં આવશે અને તેમને ‘KROK 2’ પરીક્ષા આપવાની જરૂર નહીં પડે.
સંસદમાં કહી હતી આ વાત
વિદેશ મંત્રી જયશંકરે લોકસભામાં નિયમ 193 અંતર્ગત યુક્રેનની સ્થિતિ પર ચર્ચામાં હસ્તક્ષેપ કરતા કહ્યું કે, ભારત સરકાર યુક્રેનમાં અભ્યાસ અધવચ્ચે છોડીને ભારત આવેલા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ચિંતિત છે. તેમનો કોર્સ પુરો થઈ શકે, તેથી હંગેરી, પોલેન્ડ, રોમાનિય, ચેક ગણરાજ્ય અને કજાકિસ્તાન જેવા દેશોની સાથે સંપર્કમાં છીએ. વિદેશ મંત્રીએ સદનમાં કહ્યું કે, યુક્રેનથી ભારત પાછા આવેલા ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્યને ળઈને સદનને જણાવવા માગે છે કે, યુક્રેન સરકારે નિર્ણય લીધો છે કે, વિદ્યાર્થીઓને મેડિકલનો અભ્યાસ પુરો કરવા માટે છૂટ આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.