ધોરણ-12 બોર્ડના વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, એક જ દિવસે 2 વિષયની પરીક્ષા 

By : vishal 06:28 PM, 06 December 2018 | Updated : 06:28 PM, 06 December 2018
ધોરણ-12 બોર્ડના વિદ્યાર્થીઓ હાલાકી ભોગવવા મજબૂર બનશે. કારણ કે, એક જ દિવસે 2 વિષયની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે.

ઇતિહાસ અને તત્વજ્ઞાનની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે. રજૂઆત બાદ પણ બોર્ડ પોતાના નિર્ણય પર અડગ છે. અગાઉ બોર્ડે ખાતરી આપી હતી કે એક દિવસે 2 પેપર લેવામાં આવશે નહીં. 

બોર્ડની ખાતરી બાદ પણ 2 વર્ષથી આયોજન કરવામાં આવે છે. આયોજનમાં ફેરફાર કરવા શિક્ષણમંત્રીની દખલગીરીની માગ કરવામાં આવી છે. 5 હજાર જેટલા વિદ્યાર્થીઓ એક જ દિવસમાં બંને વિષયની પરીક્ષા આપશે.

તમને જણાવી દઇએ કે, આગામી ૭ માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. ધો.૧૦ની પરીક્ષા ૧૯ માર્ચે પૂર્ણ થશે. ધો.૧૨ સાયન્સની પરીક્ષા ૧૬ માર્ચે પૂર્ણ થશે. જ્યારે સામાન્ય પ્રવાહની પરીક્ષા ૨૩ માર્ચે પૂર્ણ થશે. બોર્ડની પરીક્ષામાં અત્યાર સુધીમાં ૧૭,૨૯,૨૫૧ વિદ્યાર્થીઓ નોધાઈ ચૂક્યાં છે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story